આ છે દમદાર બાઇક; એક વાર ટાંકી ફૂલ કરાવો'ને 660 કિ.મી સુધી દોડશે, જાણો ખાસ ફીચર્સ
Hero MotoCorp એ પોતાની લોકપ્રિય એન્ટ્રી લેવલ બાઇક પેશન પ્લસનું 2025 મોડલ માર્કેટમાં લૉન્ચ કર્યું છે. હવે આ બાઇકના એન્જિનને OBD-2B ઉત્સર્જન ધોરણોનું પાલન કરવા માટે અપડેટ કરવામાં આવ્યું છે.
Trending Photos
)
ભારતની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની Hero MotoCorp એ તેની લોકપ્રિય એન્ટ્રી લેવલ બાઇક પેશન પ્લસનું 2025 મોડલ માર્કેટમાં લોન્ચ કર્યું છે. હવે આ બાઇકના એન્જિનને OBD-2B ઉત્સર્જન ધોરણોનું પાલન કરવા માટે અપડેટ કરવામાં આવ્યું છે. જેના કારણે બાઈક સારી માઈલેજ, સારું પ્રદર્શન અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે.
અપડેટેડ પેશન પ્લસ પહેલાની જેમ જ સિંગલ (i3S ડ્રમ સેલ્ફ સ્ટાર્ટ એલોય) વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ બાઇક 4 કલર વેરિયન્ટમાં લાવવામાં આવ્યુ છે - બ્લેક હેવી ગ્રે અને બ્લેક નેક્સસ બ્લુ સાથે બ્લેક ગ્રે સ્ટ્રાઇપ અને બ્લુશ ટીલ અને સ્પોર્ટ રેડની જગ્યાએ સ્પોર્ટ્સ રેડ બ્લેક.
નવા પેશન પ્લસના ફીચર્સ
નવા પેશન પ્લસના પરિમાણો વિશે વાત કરીએ તો, લંબાઈ 1,982mm, પહોળાઈ 770mm અને ઊંચાઈ 1,087mm, વ્હીલબેઝ 1235mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 168mm છે. આ બાઇક ડબલ ક્રેડલ ફ્રેમ પર બનેલી છે. તેમાં ઈન્ટિગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ (IBS), ફ્રન્ટ ટેલિસ્કોપિક ફોર્ક, મોબાઈલ ચાર્જિંગ પોર્ટ અને યુટિલિટી બોક્સ જેવી સુવિધાઓ છે.
એન્ટ્રી-લેવલ કોમ્યુટર સેગમેન્ટ બાઇક હોવાને કારણે, તેમાં મૂળભૂત સુવિધાઓ છે. બાઈકનું કર્બ વેઈટ 115 કિલો છે અને તેની ઈંધણ ટાંકીની ક્ષમતા 11-લીટર છે. આ સિવાય સીટની ઊંચાઈ 790mm રાખવામાં આવી છે. રોજિંદા ઉપયોગ માટે આ એક સારી બાઇક સાબિત થઈ શકે છે. ઇ બાઇકની ડિઝાઇન થોડી સ્પોર્ટી છે. આ બાઇક પરિવાર વર્ગ માટે પૈસા માટે મૂલ્યવાન સાબિત થઈ શકે છે.
એન્જિન અને પાવર
2025 પેશન પ્લસ 97.2cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે. આ એન્જિન અપડેટેડ OBD-2B ઉત્સર્જન અને ફ્યુઅલ ઈન્જેક્શન ટેક્નોલોજી સાથે આવે છે. તે 7.91bhp પાવર અને 8.05Nm ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશનને સરળ બનાવવા માટે એન્જિનને 4-સ્પીડ ગિયરબોક્સ અને વેટ મલ્ટી-પ્લેટ ક્લચ સાથે જોડી દેવામાં આવ્યું છે. બાઇકમાં 18 ઇંચના ટાયર અને ડ્રમ બ્રેકની સુવિધા છે. કિંમતની વાત કરીએ તો નવા પેશન પ્લસની એક્સ-શોરૂમ કિંમત 82,016 રૂપિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














