Google Pay યૂઝરો માટે ઝટકો, હાઈકોર્ટે આરબીએને પૂછ્યો મોટો સવાલ
જો તમે પણ કોઈ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા કે પછી પોતાના એકાઉન્ટમાં કોઈ મિત્રો પાસેથી પૈસા માગવા માટે ગૂગલ પે (Google Pay)નો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે.
નવી દિલ્હીઃ જો તમે પણ કોઈ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા કે પછી પોતાના એકાઉન્ટમાં કોઈ મિત્રો પાસેથી પૈસા માગવા માટે ગૂગલ પે (Google Pay)નો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. હકીકતમાં દિલ્હી હાઈકોર્ટે બુધવારે ભારતીય રિઝર્વ બેન્કને પૂછ્યું કે ગૂગલની મોબાઇલ ચુકવણી એપ ગૂગલ પે કે જી પે (G Pay) જરૂરી મંજૂરી વગર કેમ નાણાકિય લેણ-દેણમાં મદદ કરી રહ્યું છે. મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન અને ન્યાયાધીશ એજે ભામભાનીની પીઠે એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા આરબીઆઈને આ વિશે સવાલ પૂછ્યો છે.
ગૂગલ પેએ આરબીઆઈની મંજૂરી લીધી નથી
હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક પીઆઈએલમાં દાવો કરવામાં આવ્યો કે ગૂગલ પે (Goolge Pay) ચુકવણી અને સમાધાન કાયદાનો ભંગ કરીને ચુકવણી સર્વિસ પ્રોવાઇડરના રૂમમાં કામ કરી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું કે, તેની પાસે ચુકવણી સર્વિસ પ્રોવાઇડરના રૂપમાં કામ કરવાને લઈને કેન્દ્રીય બેન્ક (RBI)ની કાયદેસરની મંજૂરી નથી. કોર્ટે આરબીઆઈ અને ગૂગલ ઈન્ડિયાને નોટિસ પાઠવીને અભિજીત મિશ્રની અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા પર તેમનું વલણ પૂછ્યું છે. અરજીમાં દલીલ કરવામાં આવી કે આરબીઆઈના અધિકૃત ચુકવણી સિસ્ટમ ઓપરેટરોની યાદીમાં ગૂગલ પેનું નામ નથી. કેન્દ્રીય બેન્ક તરફથી આ યાદી 20 માર્ચ 2019ના જાહેર કરવામાં આવી હતી.
શું છે ગૂગલ પે
સૌથી મોટી ઈન્ટરનેટ સર્ચિંગ કંપની ગૂગલે દેશમાં પહેલા તેઝ નામથી પેમેન્ટ એપ શરૂ કરી હતી. ત્યારબાદ તેનું નામ બદલીને કંપની તરફથી ગૂગલ પે (Goolg Pay) કરી દેવામાં આવ્યું હતું. આ એપથી યૂઝર પોતાના બેન્ક એકાઉન્ટને લિંક કરીને UPIના માધ્યમથી પૈસા ટ્રાન્સફર અને પેમેન્ટ કરી શકે છે. ગૂગલ જી પેને યૂઝરો વચ્ચે ઝડપથી લોકપ્રિય બનાવવા માટે ઘણી આકર્ષક ઓફર પણ શરૂ કરી હતી. આવી એક ઓફરમાં કંપનીએ કહ્યું હતું કે, જો યૂઝર ગૂગલ પેથી ચુકવણી કરે છે તો તે 1 લાખ રૂપિયા સુધીનું ઈનામ જીતી શકે છે.