Jio ફોનમાં આ સરળ ટ્રીકથી ચાલશે Whats app

Reliance Jio 4G ફીચર ફોનની એક માત્ર ખામી Whats appની સમસ્યાનો ઉકેલ

Updated By: Nov 18, 2017, 05:05 PM IST
Jio ફોનમાં આ સરળ ટ્રીકથી ચાલશે Whats app

નવી દિલ્હી : રિલાયન્સ જીયો દ્વારા (Reliance Jio) દ્વારા પોતાનો સસ્તો 4G ફીચર ફોન લોન્ચ કરીને ટેલીકોમ માર્કેટમાં કંપ્ટીશન વધારી દીધી છે. લાખો લોકોએ રિલાયન્સનાં સસ્તા ફોનને પ્રી બુકિંગ દરમિયાન જ બુક કરાવી દીધો હતો. હવે તેમને આ ફોનની ડિલીવરી મળવાનું ચાલુ થઇ ચુક્યું છે. આ ફોનનાં ફીચર્સ અંગે ઘણા સમાચારો ચાલ્યા હતા. તે સમયે સમાચાર આવ્યા હતા કે Reliance Jio ફોનમાં Whatsapp  નહી ચાલે. હવે આ લાખો યૂઝર્સનાં હાથમાં આવી ચુક્યો છે ત્યારે કેટલાક લોકોને તેનાં ફીચર્સ અંગે માહિતી નથી મળી. 

Reliance Jioનાં આ 4G  ફિચર ફોનમાં Whatsappનું ઓફિશિયલ એપ નથી પરંતુ You Tube  પર વાઇરલ થઇ રહેલી એક ટ્રિકમાં કેટલાક યુઝર્સ આમાં વ્હોટ્સએપ ચલાવવાની પદ્ધતી બતાવી રહ્યા છે. ફોનની ડિલીવરી થતા પહેલા કેટલાક યુઝર વ્હોટ્સ નહી હોવાનાં કારણે પરેશાન છે. જો તમારી પાસે આ સમાચાર વાંચીને કામ સરળ થઇ શકે છે. 

આ સ્ટેપને કરો ફોલો
- સૌથી પહેલા તમારા જીયો ફોનનાં બ્રાઉઝરમાં browserling.com ઓપન કરો. આ વેબસાઇટ પર તમને 5 પ્રકારનાં બ્રાઉઝર મળશે. તમે ક્રોમને સિલેક્ટ કરો.
- ત્યાર બાદ વેબસાઇટમાં આપવામાં આવેલા એડ્રેસ અંગે web.whatsapp.com ઓપન કરો. અહીં તમને એક ક્યુઆર (QR) કોડ જોવા મળશે.  આ ક્યુઆર કોડને 3 નંબરનાં બટન સાથે જુમ કરો.
- હવે તમે જે ફોનમાં પહેલાથી વ્હોટ્સએપ ચલાવી રહ્યા છો તેનાંથી વ્હોટ્સએપ વેબમાં જઇને QR કોડને સ્કેન કરી લો.
- આ રીતે તમારા જીયો ફોનમાં વ્હોટ્સએપ ઓપન થઇ જશે. 
- હવે તેમાં ત્યાં સુધી વ્હોટ્સએપ ઓપન રહેશે, જ્યાં સુધી તમે તેને લોગઆઉટ નથી કરતા. સાથે જ જે ફોનમાં તમે પહેલાથી સસ્તું વ્હોટ્સઓપ ચલાવી રહ્યા હતા, તે પણ તેની સાથે રહે. કારણ કે અલગ થવાથી ઇન્ટરનેટ પ્રોબ્લેમ થશે.