)
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ (HMIL) એ જાહેરાત કરી છે કે વાહનોમાં હાલમાં કરવામાં આવેલા GST દરમાં ઘટાડાનો લાભ પોતાના ગ્રાહકોને આપશે. નવા ભાવ 22 સપ્ટેમ્બર 2025થી લાગૂ થશે, જે દિવસથી સંશોધિત GST દરો લાગૂ થશે. આ સાથે દેશભરમાં હ્યુન્ડાઇના ગ્રાહક પોતાના પસંદગીના મોડલને સસ્તી કિંમતે ખરીદી શકશે, જેનાથી આ તહેવારોની સિઝનમાં કારના વેચાણમાં વધારો થશે.
Hyundai Verna, Creta, Alcazar ની કિંમત
કિંમતોમાં ઘટાડાની સાથે OEM ના ફૂલ પેસેન્જર વ્હીકલ સસ્તા થઈ જશે. Hyundai Creta N Line ની કિંમતમાં સૌથી ઓછો 71762 રૂપિયાનો ઘટાડો થયો છે. એન્ટ્રી-લેવલ Grand i10 Nios 73,808 રૂપિયા સસ્તી થશે, જ્યારે Aura ₹78,465, i20 ₹98,053 અને Exter ₹89,209 રૂપિયા સુધી સસ્તી થશે. i20 N Line 108,116 રૂપિયા સસ્તી થશે, જ્યારે વેન્યુની કિંમતમાં 123659 રૂપિયાનો ઘટાડો થશે.
| Model | કિંમતમાં ઘટાડો | કઈ તારીખથી થશે લાગૂ |
|---|---|---|
| Grand i10 Nios | ₹73,808 | 22 સપ્ટેમ્બર 2025 |
| Aura | ₹78,465 | 22 સપ્ટેમ્બર 2025 |
| Exter | ₹89,209 | 22 સપ્ટેમ્બર 2025 |
| i20 | ₹98,053 | 22 સપ્ટેમ્બર 2025 |
| i20 N Line | ₹1,08,116 | 22 સપ્ટેમ્બર 2025 |
| Venue | ₹1,23,659 | 22 સપ્ટેમ્બર 2025 |
| Venue N Line | ₹1,19,390 | 22 સપ્ટેમ્બર 2025 |
| Verna | ₹60,640 | 22 સપ્ટેમ્બર 2025 |
| Creta | ₹72,145 | 22 સપ્ટેમ્બર 2025 |
| Creta N Line | ₹71,762 | 22 સપ્ટેમ્બર 2025 |
| Alcazar | ₹75,376 | 22 સપ્ટેમ્બર 2025 |
| Tucson | ₹2,40,303 | 22 સપ્ટેમ્બર 2025 |
તો Venue N Line ની કિંમતમાં 119390 રૂપિયાનો ઘટાડો થશે. Hyundai Verna, Creta, Alcazar અને Tucson ની કિંમતમાં 60640 રૂપિયા, 72145 રૂપિયા, 75376 રૂપિયા અને 240303 રૂપિયાનો ઘટાડો થશે.
હ્યુન્ડાઇ ઇલેક્ટ્રિક કારના ભાવ એ જ રહેશે
જોકે, હ્યુન્ડાઇ ઇલેક્ટ્રિક કારના ભાવમાં કોઈ ઘટાડો થશે નહીં. GST કાઉન્સિલે ઇલેક્ટ્રિક કાર પરના GST દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આનો અર્થ એ થયો કે હ્યુન્ડાઇ ઇલેક્ટ્રિક કાર ભારતમાં પહેલાની જેમ જ ભાવે વેચાતી રહેશે.
કંપનીનું નિવેદન
આ અંગે, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અનસૂ કિમે જણાવ્યું હતું કે, "અમે ભારત સરકાર દ્વારા વાહનો પર GST ઘટાડવાના પ્રગતિશીલ અને દૂરંદેશી પગલાની હૃદયપૂર્વક પ્રશંસા કરીએ છીએ. આ સુધારાથી માત્ર ઓટો ક્ષેત્રને જ પ્રોત્સાહન મળશે નહીં પરંતુ વ્યક્તિગત પરિવહનને વધુ સસ્તું અને સુલભ બનાવીને લાખો ગ્રાહકોને સશક્ત બનાવવાની દિશામાં એક મજબૂત પગલું પણ છે."