)
નવી દિલ્હીઃ ભારતના ઓટોમોબાઇલલ બજારમાં નવેમ્બર 2025ના જબરદસ્ત હલચલ જોવા મળવાની છે. કારણ કે ત્રણ મોટી કંપનીઓ -Hyundai, Tata Motors, અને Mahindra પોતાની નવી SUVs રજૂ કરવા જઈ રહી છે. આ ત્રણેય મોડલ ડિઝાઇન, ટેક્નોલોજી, સેફ્ટી અને લક્ઝરીના મામલામાં નવા માપદંડ નક્કી કરશે. આવો જાણીએ આગામી મહિને કઈ-કઈ નવી એસયુવી લોન્ચ થશે અને તેમાં શું ખાસ હશે.
2025 Hyundai Venue
Hyundai Venue 2025 નું નવું સેકેન્ડ-જનરેશન મોડલ 4 નવેમ્બર 2025ના લોન્ચ થશે. નવી Venue નું નવું સેકેન્ડ-જનરેશન મોડલ 4 નવેમ્બર 2025ના લોન્ચ થશે. નવી વેન્યુ પહેલાથી વધુ સ્પોર્ટી અને મસ્કુલર ડિઝાઇનમાં આવશે. તેમાં C-શેપ્ડ LED DRLs, સ્પ્લિટ હેન્ડલેમ્પ્સ અને ફુલ-વિડ્થ LED રિયર લાઇટબાર આપવામાં આવ્યા છે. સાઇડથી જોવા પર 16-ઇંચ ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ અને ઉભરતા વ્હીલ આર્ચેસ તેને વધુ પ્રીમિયમ લુક આપે છે.
ઈન્ટીરિયરની વાત કરીએ તો વેન્યુમાં હવે ડ્યુઅલ 12.3-ઇંચ કર્વ્ડ ડિસ્પ્લે, પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટ્સ અને એમ્બિયન્ટ લાઇટિંગ જેવી લક્ઝરી સુવિધાઓ હશે. તેનું બ્લેક-બેજ ડ્યુઅલ-ટોન કેબિન તેને આધુનિક અને અપમાર્કેટ ફીલ આપે છે. સલામતીની દ્રષ્ટિએ, નવા વેન્યુમાં લેવલ 2 ADAS સિસ્ટમ છે, જેમાં ફોરવર્ડ કોલિઝન એવોઇડન્સ આસિસ્ટ, સ્માર્ટ ક્રુઝ કંટ્રોલ અને લેન-કીપિંગ આસિસ્ટ જેવી 16 સલામતી સુવિધાઓ શામેલ છે. છ એરબેગ્સ, ESC અને હિલ-સ્ટાર્ટ આસિસ્ટ સ્ટાન્ડર્ડ હશે. પાવરટ્રેન વિકલ્પોમાં ત્રણ એન્જિન વિકલ્પો શામેલ છે. અપેક્ષિત કિંમતો ₹8 લાખથી ₹14 લાખ (એક્સ-શોરૂમ) સુધીની છે.
Tata Sierra 2025
Tata Sierra 2025 ભારતીય ઓટોમાબાઇલ ઈન્ડસ્ટ્રીની મોસ્ટ અવેટેડ SUVsમાંથી એક છે. ટાટા મોટર્સ આ ક્લાસિક એસયુવીને 25 નવેમ્બર 2025ના લોન્ચ કરવા જઈ રહી છે. 90ના દાયકાની ઓળખ રહેલી Sierra હવે સંપૂર્ણ રેટ્રો-મોડર્ન ડિઝાઇન અને હાઈટેક ફીચર્સની સાથે બજારમાં વાપસી કરશે. નવી Sierra ની ડિઝાઇનમાં જૂના મોડલની ઝલક જોવા મળે છે. તેમાં કર્વ્ડ રિયર વિન્ડોઝ, બોક્સી વ્હીલ આર્ચેસ અને ટોલ બોનટ જેવી આઇકોનિક ડિટેલ્સ રાખવામાં આવી છે. પરંતુ તેને મોડર્ન બનાવવા માટે કંપનીએ સ્લિમ એલઈડી હેડલાઇટ્સ, શાર્પ રૂફલાઇન અને શોર્ટ ઓવરહેંગ્સ જોડ્યા છે.
ઈન્ટીરિયર સંપૂર્ણ રીતે પ્રીમિયમ હશે. તેમાં 12.3 ઇંચ સ્ક્રીન આપવામાં આવશે, એક ડ્રાઇવર ડિસ્પ્લે, એક ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને એક પેસેન્જર ડિસ્પ્લે માટે. આ સિવાય તેમાં વેન્ટિલેટેડ સીટ્સ, પેનોરમિક ગ્લાસ રૂફ, ડુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ અને એમ્બિએન્ટ લાઇટિંગ જેવા ફીચર્સ હશે. સુરક્ષાના મામલામાં Tata Sierra માં મલ્ટીપલ એરબેગ, 360 ડિગ્રી કેમેરા, ESC, ABS, અને ADAS લેવલ 2 સિસ્ટમ મળશે. એન્જિન વિકલ્પમાં 1.5L ટર્બો પેટ્રોલ (170 bhp), 1.5L નેચરલ પેટ્રોલ અને 1.5L કે 2.0L ટર્બો ડીઝલનો વિકલ્પ સામેલ થઈ શકે છે. તેની કિંમત 15થી 25 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે હોઈ શકે છે.
Mahindra XEV 7e
Mahindra પોતાની નવી ઈલેક્ટ્રિક SUV XEV 7e ને નવેમ્બર 2025ના અંતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ એસયુવી કંપનીની Born Electric Series સિરીઝનો ભાગ છે અને મહિન્દ્રાની અત્યાર સુધીની સૌથી એડવાન્સ ઈવી માનવામાં આવી રહી છે. XEV 7e ની ડિઝાઇન Mahindra XUV700 થી પ્રેરિત છે, પરંતુ તેમાં ઈલેક્ટ્રિક ડિઝાઇન એલિમેન્ટ્સ જેવા બ્લેન્ક્ડ ગ્રિલ, કનેક્ટેડ એલઈડી લાઇટબાર, ફ્લશ ડોર હેન્ડલ્સ અને એરો-ઓપ્ટિમાઇઝ્ડ એલોય વ્હીલ સામેલ કરવામાં આવ્યા છે, જેનાથી કાર ભવિષ્યની એસયુવી જેવી દેખાય છે. ઈન્ટીરિયર પણ અત્યંત હાઇટેક છે. તેમાં ટ્રિપલ 12.3-ઇંચ ડિસ્પ્લે સેટઅપ, કેપ્ટન સીટ્સ, હરમન કાર્ડન 16-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ અને પેનોરેમિક સનરૂફ છે. સલામતી સુવિધાઓમાં છ એરબેગ્સ, ESC, 360° કેમેરા અને ADAS લેવલ 2 શામેલ છે. પાવરટ્રેનમાં બે બેટરી વિકલ્પો હશે. તેની અંદાજિત કિંમત ₹20 લાખથી ₹35 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે હશે.