નવી દિલ્હી: સ્માર્ટફોન બનાવનાર કંપની ઇંફિનિક્સ (Infinix) એ ટ્રિપલ રીયર કેમેરાવાળો વ્યાજબી સ્માર્ટફોન 'સ્માર્ટ3 પ્લસ) (Smart 3 Plus) લોન્ચ કર્યો છે. કંપની દ્વારા ફોનની કિંમત 6,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફોનને 30 એપ્રિલથી ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઇંફિનિક્સ ઇંડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) અનીલ કપૂરે જણાવ્યું કે ફોનમાં આ કેમેરાની સાથે 3500 mAh બેટરી, હેલિઓ એ22 પ્રોસેસર, 2GB રેમ અને 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 એપ્રિલ સુધી કરી લો આ કામ, ગેરેન્ટી ડબલ થઇ જશે તમારા PF પૈસા


એંડ્રોઇડ 9.0 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે ફોન
કંપનીએ રિયર સાઇડમાં 2 મેગાપિક્સલ અમે 13 મેગાપિક્સલ સાથે ઓછા પ્રકાશ માટે અલગથી ત્રીજો કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો પણ છે. આ પ્રકારે ફોનમાં કુલ 4 કેમેરા આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે 6.21 ઇંચ ડિસ્પ્લેવાળા આ સ્માર્ટફોનમાં 9.0 ઓપરેટિંગ સિસ્ટમ છે. શરૂઆતી સ્તરના સ્માર્ટફોનથી અન્ય યોજનાઓ વિશે પૂછવા વિશે કપૂરે કહ્યું કે હાલ તેમનું લક્ષ્ય 10 હજાર રૂપિયા સુધીની શ્રેણીમાં બજારમાં સારી ભાગીદારી બનાવવાનો છે. 

ફ્રી કોલિંગ બાદ JIO કરશે મોટો ધમાકો, સસ્તામાં આપશે બ્રોડબેંડ-લેંડલાઇન-TV નો કોમ્બો


મેક ઇન ઇન્ડીયા મુહિમને સાર્થક બનાવવાનો પ્લાન
તેમણે કહ્યું કે કંપની આગામી એક મહિનાની અંદર વીયરેબલ ડિવાઇસ સહિત એક અન્ય સ્માર્ટફોન ઉતારવા જઇ રહી છે. કપૂરે કહ્યું કે તેમની કંપની વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની મહત્વાકાંક્ષી મેક ઇન ઇન્ડીય મુહિમ હેઠળ સ્માર્ટફોનને ઘરેલૂ સ્તર પર એસેમ્બલ કરે છે. ફોનની મેમરીને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 256 GB સુધી વધારી શકાય છે. 


એંડ્રોઇડ 9 પાઇ પર બેસ્ડ એક્સઓએસ 5.0 પર ચાલનાર આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિંટ સેંસર પણ આપવામાં આવ્યું છે. ફોનને પાવર આપવા માટે 3,500 એમએચની બેટરી છે. કનેક્ટિવિટી માટે બ્યૂટૂથ, 3.5mm ઓડિયો જેક, એફએમ રેડિયો, માઇક્રો-યૂએસબી પોર્ટ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે.