21 દિવસના લોકડાઉનમાં વધી ગયા ઈન્ટરનેટ યુઝર્સ, જાણો કઈ સાઈટ જોવામાં પડ્યો રસ

કોરોનાને મ્હાત આપવા માટે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. 21 દિવસ સુધી લોકોને વાયરસ ન લાગે તે માટે ઘરમાં પૂરાઈને રહેવુ પડશે. ત્યારે ઘરે બેસીને હાલ લોકો ફિલ્મો, વેબસીરિઝ જેવાનો લ્હાવો લઈ રહ્યાં છે. કોરોના ઇફેક્ટમાં ભારત દેશ લોકડાઉન થતાં ઇન્ટરનેટ યુઝર (Internet users) માં વધારો થયો છે. સોશિયલ સાઇટ જેવી કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ પર લોકો સતત ઓનલાઈન જોવા મળી રહ્યાં છે.

Updated By: Mar 27, 2020, 04:14 PM IST
21 દિવસના લોકડાઉનમાં વધી ગયા ઈન્ટરનેટ યુઝર્સ, જાણો કઈ સાઈટ જોવામાં પડ્યો રસ

ગૌરવ પટેલ/અમદાવાદ :કોરોનાને મ્હાત આપવા માટે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. 21 દિવસ સુધી લોકોને વાયરસ ન લાગે તે માટે ઘરમાં પૂરાઈને રહેવુ પડશે. ત્યારે ઘરે બેસીને હાલ લોકો ફિલ્મો, વેબસીરિઝ જેવાનો લ્હાવો લઈ રહ્યાં છે. કોરોના ઇફેક્ટમાં ભારત દેશ લોકડાઉન થતાં ઇન્ટરનેટ યુઝર (Internet users) માં વધારો થયો છે. સોશિયલ સાઇટ જેવી કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ પર લોકો સતત ઓનલાઈન જોવા મળી રહ્યાં છે.

કોરોના માટે ગુજરાતભરમાંથી દાનની સરવાણી વહી, સોમનાથ ટ્રસ્ટે આપ્યા 1 કરોડ  

તો બીજી તરફ, એન્ટરટેઇનમેન્ટ સાઇટ જેવી કે Youtube, Amazon Prime video, Netflix, Hot star, Mx Player અને Eros પર જોનારા દર્શકો વધ્યા છે. મોબાઇલમાં નવી એપ્લિકેશન ડાઉનલોડ કરનારની સંખ્યા પણ એકાએક વધી ગઈ છે. 
લોકડાઉન થતાં કોર્પોરેટ હાઉસે વર્ક ટુ હોમ લાગુ કરતાં ગ્રુપ મીટીંગ હવે ઓનલાઇન થવા લાગી છે. માઇક્રોસોફ્ટ ટીમ ઝુમ ગુગલ, Hangout, skyp પર હવે ઓનલાઈન મીટિંગ થવા લાગી છે. જેના કારણે ડેટા વપરાશમાં તોતિંગ વધારો થયો છે.

ગુજરાત સરકારના મહત્વના 4 નિર્ણય, લોકડાઉનમાં રાજ્ય બહાર અટવાયેલા ગુજરાતીઓની કરાશે મદદ

કોરોનાના પગલે શૈક્ષણિક સંસ્થાઓના લેક્ચર અને ક્લાસિસ પણ ઓનલાઇન થવા લાગ્યા છે. સૌથી વધુ 200 ટકા કરતાં વધારે ઉછાળો એન્ટરટેઇનમેન્ટ સાઇટમાં જોવા મળ્યો છે. કોર્પોરટ સેક્ટરમાં પણ ઓનલાઇન મીટીંગ થતાં 200 ટકાથી વધારેનો ઉછાળો આવ્યો છે. સામાન્ય દિવસમાં જે વ્યક્તિ 1 થી 1.5 જીબી ઉપયોગ કરતા હતા, તેનો વપરાશ લોકડાઉન બાદ સરેરાશ 3.5 થી 4 જીબી પ્રતિ દિવસ પર પહોંચ્યો છે. ઇન્ટરનેટ પર ટ્રાફિક વધતાં તેની સ્પીડ પર અસર થયેલી જોવા મળે છે. જેને કારણે લોકોને કામ કરવામાં યોગ્ય સ્પીડ નથી મળી રહી.

ભાવનગરના 14 પોલીસકર્મી હોમ કોરોન્ટાઇનમાં, કોરોનાના મૃતકના સંપર્કમાં આવ્યા હતા

આમ, હાલ લોકડાઉનમાં ઈન્ટરનેટ લોકો માટે સૌથી મોટો સહારો બન્યું છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ માહિતી આપી કે, છેલ્લા કેટલાક દિવસોમાં ઈન્ટરનેટના વપરાશમાં 30 ટકા વધારો થયો છે. તેથી સીઓએઆઈએ લોકોને અપીલ કરી છે કે, યુઝર્સ જવાબદારથી ડેટાનો ઉપયોગ કરે, જેથી આગામી દિવસોમાં તકલીફોનો સામનો કરવો ન પડે. 

ગૂગલ, ફેસબુક, ટિકટોક, નેટફ્લીક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો, જેવા વીડિયો સ્ટ્રીમિંગ કંપનઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, નેશનલ અને યુઝર્સને ધ્યાનમાં રાખીને 14 એપ્રિલ સુધી તમામ એચસી સર્વિસ બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય  છે કે, આ પહેલા ફેસબુક તરફથી એક નિવેદન જાહેર કરીને કહેવાયું છે કે, કોરોના વાયરસને પગલે વોટ્સએપ તેમજ મેસેન્જર વીડિયો તેમજ વોઈસ મેસેજમાં વધારો થયો છેચ. જેને કારણે facebook મુશ્કેલીમાં આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર