જીપ કંપાસના સ્પોર્ટ પ્લસ મોડલનું વેચાણ શરૂ, જાણો કિંમત અને ફીચર્સ

એવોર્ડ વિજેતા જીપ કંપાસની ઉત્પાદક એફસીએ ઇન્ડિયાએ આજે તેના એસ્પીરેશનલ પોર્ટફોલિયોમાં ‘સ્પોર્ટ પ્લસ’નું વેચાણ શરૂ થઇ ગઇ હોવાની ગુરૂવારે જાહેરાત કરી હતી. ખાસ કરીને ટોપ એન્ડ ટ્રીમ માટે ભારે માગ ધરાવતી જીપ કંપાસ હવે સ્પોર્ટ પ્લસ મોડેલમાં વધુ ઇચ્છનીય એન્ટ્રી લેવલની ઓફરિંગનો સમાવેશ કરશે. 
જીપ કંપાસના સ્પોર્ટ પ્લસ મોડલનું વેચાણ શરૂ, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હી: એવોર્ડ વિજેતા જીપ કંપાસની ઉત્પાદક એફસીએ ઇન્ડિયાએ આજે તેના એસ્પીરેશનલ પોર્ટફોલિયોમાં ‘સ્પોર્ટ પ્લસ’નું વેચાણ શરૂ થઇ ગઇ હોવાની ગુરૂવારે જાહેરાત કરી હતી. ખાસ કરીને ટોપ એન્ડ ટ્રીમ માટે ભારે માગ ધરાવતી જીપ કંપાસ હવે સ્પોર્ટ પ્લસ મોડેલમાં વધુ ઇચ્છનીય એન્ટ્રી લેવલની ઓફરિંગનો સમાવેશ કરશે. 

નવી જીપ કંપાસ સ્પોર્ટ પ્લસની કિંમત રૂ. 15.99 લાખ (એક્સ-દિલ્હી) છે, જે એક સ્ટાન્ડર્ડ તરીકે વધારાના ફીચર્સ ધરાવે છે, જેમાં 16 ઇંચ સ્પોર્ટ એલોયઝ, ડ્યૂઅલ ઝોન ઓટો એર કંડીશનીંગ (આબોહવા નિયંત્રિત), રિયર પાર્કીંગ સેન્સર્સ અને બ્લેક રૂફ રેઇલ્સનો સમાવેશ થાય છે, તદુપરાંત ચારેય વ્હીલ્સમાં ઇલેક્ટ્રીક પાર્કીંગ બ્રેક, ચારેય વ્હીલમાં ડીસ્ક બ્રેક્સ અને સોફિસ્ટીકેટેડ ફ્રીક્વન્સી સિલેક્ટીવ ડેમ્પીંગ ધરાવે છે જે જીપ કંપાસની સમગ્ર રેન્જમાં સ્ટાન્ડર્ડ ફીચર્સ છે. 

એફસીએ ઇન્ડિયાના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર, કેવિન ફ્લીને જણાવ્યું હતું કે “જ્યારે ગ્રાહકો વિશ્વમાં ગમે ત્યાંથી જીપ ખરીદે ત્યારે તેઓ એસયુવી બ્રાન્ડના આકર્ષક લાઇનેજ, ઓન અને ઓફ રોડ પરિમાણોની સાથે તે જે સાહજિક આરામ અને લક્ઝરી ઓફર કરે છે તેમાં તરબોળ થઇ જાય છે. અમારા જીપના ભારતના ગ્રાહકો આ કારણોસર એક જીપ તો ધરાવે જ છે. નવી જીપ કંપાસ સ્પોર્ટ પ્લસ તમામ નોંધપાત્ર  તત્વો ધરાવે છે જે તેને ખરા અર્થમા જીપ બનાવે છે. આ નવી ફીચર ઉમેરણ સાથે તે ઇચ્છનીય ફળનું સર્જન કરે છે જેથી જીપના ગ્રાહકો અન્યો કરતા અને સારી કિંમતે વ્હિકલ પ્રાપ્ત કરી શકે.”

જીપ કંપાસ સ્પોર્ટ પ્લસ બે શક્તિશાળી, રિફાઇન્ડ અને સાબિત કરેલ પાવરટ્રેઇન વિકલ્પમાં ફ્રંટ વ્હીલ ડ્રાઇવ (એફડબ્લ્યુડી) સાથે આવે છે જેમ કે  –173 PS, 350 Nm, 2.0-લિટર મલ્ટીજેટ ટર્બો ડીઝલની સાથે 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન જે લિટરદીઠ 17.1 કિમીની ફ્યૂઅલ કાર્યક્ષમતા આપી શકે છે અને 162 PS, 250 Nm, 1.4-લિટર મલ્ટી એર ટર્બો પેટ્રોલ 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે લિટરદીઠ 14.1ની ફ્યૂઅલ કાર્યક્ષમતા ડિલીવર કરી શકે છે. 

જીપ કંપાસના સ્પેસિફિકેશન્સ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ: 178 mm (ખાલી હોય ત્યારે)
બૂટ ક્ષમતા: 438 લિટર્સ
ફ્યૂઅલ ટેન્ક ક્ષમતા: 60 લિટર્સ
વોટર વેડીંગ ક્ષમતા: 431.8 એમએમ અથવા 17 ઇંચ

આ છે જીપ કંપાસ રેન્જ અને સ્પોર્ટ પ્લસના 21 સ્ટાન્ડર્ડ ફીચર્સ
આઇકોનિક જીપ એક્સટેરિયર સ્ટાઇલીંગ – અન્ય જીપ એસયુવીની જેમ જીપ કંપાસે સ્પોર્ટ પ્લસ સ્પોર્ટીંગની પરંપરા જાળવી રાખી છે, જેમાં આઇકોનિક જીપ સેવન સ્લોટ ફ્રંટ ગ્રીલ, ટ્રેપઝોઇડલ વ્હીલ આર્ક અને ફાઇવ સ્પોક એલોય વ્હીલનો સમાવેશ થાય છે. 

ઊંચી મજબૂતાઇવાળુ સ્ટીલ બોડી – સંપૂર્ણ ગેલ્વેનાઇઝ્ડ અને લેસરથી વેલ્ડ કરેલા રૂફ અને ડોર્સથી સજ્જ જીપ કંપાસ ભારતમાં એક માત્ર વ્હિકલ છે જે આવી ટેકનોલોજીથી બનાવવામાં આવેલુ છે, જે તેને તંદુરસ્ત અને મજબૂત બનાવે છે. 

સુરક્ષા અને સલામતી – આ જીપ કંપાસનો હોલમાર્ક રહ્યો છે જે 50થી વધી એક્ટિવ અને પેસિવ સુરક્ષા અને સલામતીના ભરપૂર ફીચર્સ ધરાવે છે. જીપ કંપાસે ઓસ્ટ્રેલિયા એનસીએપી અને યૂરો એનસીએપી ટેસ્ટમાં ફાઇવ સ્ટાર રેટિંગ પ્રાપ્ત કર્યું છે. 

સાહજિક એર્ગોનોમિક્સ – જીપ કંપાસની સ્પોર્ટી અને અદ્યતન પેસેન્જર કેબીન ઓક્યુપન્ટસને મુશ્કેલી વિના બટન્સ અને ફંકશન્સમાં તેમની આંગળીઓ પર ઍક્સેસ પૂરો પાડે છે. કેબીનમાં ભરપૂર સોફ્ટ-ટચ સામગ્રીઓ અને પિયાનો બ્લેક એન્ડ ક્રોમ ફિનીશ્ડ ટચીઝ પર ભાર મુકે છે. સૂક્ષ્મ તત્ત્વો જેમ કે ‘શાર્ક ફિન’ એર-કોન બેઝેલ્સ, સ્પોર્ટી સ્ટિયરીંગ વ્હીલમાં ક્રોમ આવરણ, ટાંકા લીધેલી સિટ્સ અને એકંદરે એથલેટિક પરંતુ પ્રિમીયમ જગ્યા મુસાફરીને ઓક્યુપન્ટ્સ માટે ખુશનુમા બનાવે છે.

અપવાદરૂપ શાંત પેસેન્જર કેબીન – ઓક્યુપન્ટ્સ સુરક્ષિત પેસેન્જર કેબીનમાં શાંતિપૂર્ણ સવારી કરી શકે છે, ટાયર અને ટ્રાફિકના અવાજને દૂર રાખી શકે છે અને શક્તિશાળી ટર્બો ડીઝલ એન્જિનના પ્રતિભાવથી પણ બચી શકે છે. અંદર અને પેસેન્જર કેબીનની આસપાસ આવેલી 28 એકોસ્ટિક બેફલ પ્લેટ  ટેકનોલોજી જ્યારે ઓક્યુપન્ટ ફોન પર વાત કરતો હોય ત્યારે પુષ્કળ અવાજ ઓછો થઇ જાય તેની કાળજી રાખે છે, જે નવીન જીપ યુ કનેક્ટ ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ સાથે સંલગ્ન છે અને એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો થી સજ્જ છે. 

ફ્રીક્વન્સી સિલેક્ટીવ ડેમ્પીંગ સસ્પેન્શન – જીપની સુંદર ફ્રીક્વન્સી સિલેક્ટીવ ડેમ્પીંગ (એફએસડી) સસ્પેન્શન મિકેનીકલી રોડની સ્થિતિ અને ડ્રાઇવર ઇનપુટ્સના આધારે ડેમ્પીંગ એડજસ્ટ કરે છે. એફએસડી હાઇડ્રોલિક એમ્પ્લીફાયર તરીકે કામ કરે છે જે સામાન્ય કરતા ડેમ્પીંગને વધુ અસરકારક બનાવતા સ્ટ્રટમાં એકત્રિત થતા દબાણમાં વિલંબ કરે છે અને કોર્નરીંગ અને બ્રેકીંગ સમયે વધુ સ્થિરતા પ્રદાન કરે છે, તેની સાથે ખરાબ રોડ માટે વધુ આરામની પણ ખાતરી આપે છે. 

ઇલેક્ટ્રોનીકલી સહાયવાળા પરિમાણો – જીપ કંપાસ સામાન્ય ઇલેક્ટ્રોનીક્સ ધરાવે છે જે ડ્રાઇવરને વિવિધ ડ્રાઇવીંગ સ્થિતિમાં એક સ્ટાન્ડર્ડ તરીકે મદદ કરે છે અને તેમાં – એન્ટી લોક બ્રેકીંગ સિસ્ટમ (એબીએસ), ઇલેક્ટ્રોનીક બ્રેક ડિસ્ટ્રીબ્યૂશન (ઇબીડી), ઇલેક્ટ્રોનીક સ્ટેબિલીટી કંટ્રોલ (ઇએસસી), ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ (ટીસીએસ), હીલ સ્ટાર્ટ આસિસ્ટ (એચએસએ) અને ઇલેક્ટ્રોનીક રોલઓવર મિટીગેશન (ઇઆરએમ)નો સમાવેશ થાય છે. વધુમાં થોડા વધુ ફીચર્સને જીપ કંપાસના સાહજિક પરિમાણોમાં સુંદર રીતે આવરી લેવામાં આવ્યા છે તે છે:

ડાયનેમિક સ્ટિયરીંગ ટોર્ક સ્ટિયરીંગ (ડીએસટી) – જીપ કંપાસમાં ઇલેક્ટ્રિક સ્ટિયરીંગ વ્હીલ ડીએસટીથી સજ્જ છે, જે ડ્રાઇવરના સ્ટિયરીંગ ઇનપુટ્સને સાહજિક રીતે જ ઝડપી લે છે અને સ્ટિયરીંગને જ્યારે વાળવામાં આવતું હોય અને ચાહે ગમે તે સ્પીડ હોય ત્યારે પૂરતો ટોર્ક આપે છે. ડીએસટી તમામ પ્રકારની રોડની સપાટી પર સુરક્ષાની ખાતરી માટે ઇએસસી સાથે કામ કરે છે. 

ઇલેક્ટ્રોનીક બ્રેક પ્રિફીલ – આ ટેકનોલોજી વ્હિકલના સસ્પેન્શનના ચેન્જીંગ યો સેટિંગ , તીવ્ર સ્ટીયરિંગ ઇનપુટ, ક્વિક કેમ્બર અને સ્પીડમાં ફેરફારો ડિસ્કની સાથે શોર્ટ, બેધ્યાન ક્વિક, ઓટોમેટેડ બર્સ્ટ પેડ એંગેજમેન્ટ દ્વારા નિયંત્રણમાં રાખે છે. તે સ્થિરતા અને ઊંચી સ્પીડ અને અસંભવિત હાઇવે ડ્રાઇવીંગ સ્થિતિની ખાતરી આપે છે. 

રેઇન બ્રેક સપોર્ટ – આ ટેકનોલોજી જ્યારે ડિસ્ક (બ્રેક્સ) પર પાણી સતત જમા થતું હોવાનું ગ્રહણ કરે છે ત્યારે ડિસ્કસ સાથે બ્રેક પેડની સામેલગીરીમાં ઇલેક્ટ્રોનીકલી સહાય કરે છે. આ પેડની  સામેલગીરી ઝડપી પરંતુ ઇન્ટ્રુસિવ નથી, ફક્ત એટલા પૂરતી કે કે ડિસ્ક દરેક સમયે સૂકી હોય.  જીપ કંપાસ સ્પોર્ટ પ્લસનું વેચાણ એફસીએ ઇન્ડિયાના ભારતમાં આવેલા 82 સેલ્સ અને સર્વિસ આઉટલેટ્સ પર ઉપલબ્ધ બનશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news