નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો તરફથી બે રિચાર્જ પ્લાન રજૂ કરવામાં આવ્યા છે, એક રિચાર્જ પ્લાન 719 રૂપિયામાં આવે છે. જ્યારે બીજુ રિચાર્જ પ્લાન 749 રૂપિયામાં આવે છે. બંને રિચાર્જ પ્લાનની કિંમતમાં માત્ર 30 રૂપિયાનો તફાવત છે. પરંતુ આ રિચાર્જ પ્લાનના ફાયદાની વાત કરવામાં આવે તો તેમાં વધુ ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio 749 પ્લાન
જિયોનો એક પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા મળે છે. યૂઝર્સને પ્લાનમાં કુલ 180 જીબી ડેટા મળે છે. સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100SMS આપવામાં આવે છે. આ પ્લાનમાં Jio TV, Jio Cinema, Jio Security અને Jio Cloud નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


આ પણ વાંચોઃ Smartphone ના સાદા કેમેરાથી પણ આવશે ધાંસૂ ફોટા, બસ ખરીદી લો આ 5 સસ્તા ગેજેટ્સ


Jio 719 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનમાં જિયોના 749 રૂપિયાવાળા પ્લાનના મુકાબલે 6 દિવસ ઓછી એટલે કે 84 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન દરરોજ 2જીબી ડેટા સાથે આવે છે. આ રીતે પ્લાનમાં કુલ 168GB ડેટા ઓફર કરવામાં આવે છે. પરંતુ આ ડેટા 749 રૂપિયાવાળા પ્લાનના મુકાબલે 12 જીબી ઓછો છે. આ સિવાય પ્લાનમાં અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા મળે છે. સાથે ફ્રી JioTV, jio Cinema, jio security અને jio Cloud નું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 


ક્યો પ્લાન છે બેસ્ટ
જિયોનો 749 રૂપિયાવાળો પ્લાન બેસ્ટ છે, કારણ કે આ પ્લાનમાં માત્ર 30 રૂપિયા વધુ આપીને છ દિવસ સુધી ફ્રી 12 જીબી ડેટાની મજા માણી શકશો. સાથે અનલિમિટેજ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube