જો તમારી પાસે ઘરમાં Wi-Fi છે, તો આ રિચાર્જ પ્લાન રહેશે બેસ્ટ, જાણો Jio, Airtel, Vi કે BSNL કોણ આપે છે સારી ઓફર
આજકાલ ઘણા લોકોના ઘરમાં વાઈ-ફાઈ હોય છે, તેવામાં તે લોકો સસ્તા રિચાર્જ પ્લાન શોધી રહ્યાં હોય છે, આજે અમે તમને ચારેય ટેલિકોમ કંપનીના સસ્તા પ્લાન વિશે માહિતી આપીશું.
Trending Photos
નવી દિલ્હીઃ આજકાલ ઈન્ટરનેટ લોકોની જરૂરિયાત બની ગયું છે. આજના સમયમાં લોકો દિવસભર ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. ઘણા લોકોના ઘરમાં વાઈ-ફાઈ હોય છે, જેનાથી તે અનલિમિટેડ અને ઝડપી ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે. તેવામાં જો તમારા ઘરમાં પણ વાઈ-ફાઈ છે અને તમે એક સસ્તો પ્લાન શોધી રહ્યાં છો, જેમાં તમને ડેટા વગર અનલિમિટેડ કોલિંગનો લાભ મળે તો આજે અમે તમને જિયો, એરટેલ, વીઆઈ અને BSNL ના પ્લાનની માહિતી આપવાના છીએ. આ રિચાર્જ પ્લાનમાં તમને માત્ર કોલિંગ અને એસએમએસનો લાભ મળશે.
જિયોનો 1748 રૂપિયાવાળો પ્લાન
જિયોનો 1748 રૂપિયાવાળો પ્લાન 336 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ ફ્રી કોલિંગ અને કુલ 3600 ફ્રી SMS નો લાભ મળશે. આ પ્લાનમાં તમને જિયો ટીવી અને જિયો એઆઈ ક્લાઉડનું સબ્સક્રિપ્શન પણ મળશે.
એરટેલનો 1849 રૂપિયાવાળો પ્લાન
એરટેલનો 1849 રૂપિયાનો આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ ફ્રી કોલિંગ અને કુલ 3600 એસએમએસનો લાભ મળશે. આ પ્લાનમાં તમને સ્પેમ કોલ અને એસએમએસ એલર્ટ, એપોલો 24/7 સર્કલ અને ફ્રી હેલોટ્યુનનો લાભ મળશે.
વીઆઈનો 1849 રૂપિયાનો પ્લાન
વીઆઈનો 1849 રૂપિયાનો આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ ફ્રી કોલિંગ અને કુલ 3600 ફ્રી એસએમએસનો લાભ મળશે.
BSNL નો 1199 રૂપિયાવાળો પ્લાન
BSNL નો 1199 રૂપિયાવાળો પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ ફ્રી કોલિંગનો લાભ મળે છે. સાથે દરરોજ 100 એસએમએસ મળે છે. પ્લાનમાં તમને 24જીબી ડેટા પણ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે