)
Jio Plan: રિલાયન્સ જિયો પાસે અનેક રિચાર્જ પ્લાન હાજર છે. કંપનીના પ્લાન અલગ-અલગ કિંમત અને બેનિફિટ્સ સાથે આવે છે. અહીં અમે તમને એક સ્પેશિયલ રિચાર્જ પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ.
જિયોના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને ત્રણ મહિના (84 દિવસ) ની વેલિડિટી મળશે. આ કંપનીનો સૌથી સસ્તો પ્લાન છે. જિયોનો આ પ્લાન જિયોના પોર્ટલ પર લિસ્ટેડ છે. આ પ્લાનની કિંમત 448 રૂપિયા છે. જિયોના આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળશે. આ સિવાય લોકલ અને એસટીડી કોલ સામેલ છે.
જિયોના આ પ્લાનમાં યુઝર્સને કુલ 1000 એસએમએસનો લાભ મળશે. આ સિવાય યુઝર્સને કેટલીક એપ્સનું કોમ્પ્લીમેન્ટ્રી એક્સેસ મળે છે. તેમાં Jio, Jio Cinema, Jio Cloud નું એક્સેસ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને જિયો સિનેમા પ્રીમિયમનું સબ્સક્રિપ્શન મળશે નહીં. તે માટે યુઝર્સે અલગથી પૈસા ચુકવવા પડશે.
TRAI નો ઓર્ડર
TRAI એ એક આદેશમાં ભારતમાં કામ કરી રહેલી બધી ટેલિકોમ કંપનીઓને માત્ર કોલિંગ અને એસએમએસવાળા પ્લાન્સ લોન્ચ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ જિયો સહિત ઘણી કંપનીઓએ માત્ર કોલિંગવાળા પ્લાન્સ લોન્ચ કર્યાં છે. જિયોનો આ પ્લાન જિયો પોર્ટલ અને Myjio App ની અંદર પ્રીપેડ રિચાર્જની કેટેગરીમાં જવું પડશે. ત્યારબાદ વેલ્યુ કેટેગરી જોવા મળશે. તેની અંદર તમને 448 રૂપિયાનો પ્લાન મળશે.