Jioના આ 5 સસ્તા પ્લાન છે બેસ્ટ, હવે SIM એક્ટિવ રાખવાનું ટેન્શન ખતમ; સાથે જ મળશે અનલિમિટેડ કોલ!

Jio 5 Affordable Plans: જો તમે બે સિમનો ઉપયોગ કરો છો અને તે બન્નેને હંમેશા એક્ટિવ રાખવાની ચિંતા કરો છો, તો હવે ચિંતા કરશો નહીં. કારણ કે Jio એવા સસ્તા પ્લાન લાવી રહ્યું છે કે તેને જોયા પછી તમે તરત જ તમારો નંબર Jio પર પોર્ટ કરી દેશો.

Jioના આ 5 સસ્તા પ્લાન છે બેસ્ટ, હવે SIM એક્ટિવ રાખવાનું ટેન્શન ખતમ; સાથે જ મળશે અનલિમિટેડ કોલ!

Jio 5 Affordable Plans: આજકાલ મોટાભાગના લોકો સેકન્ડરી સિમ કાર્ડ રાખે છે. પર્સનલ અને પ્રોફેશનલ કોન્ટેક્ટને અલગ-અલગ મેનેજ કરવા માટે સેકન્ડરી સિમ ઘણી મદદ કરે છે. પરંતુ તેને એક્ટિવ રાખવા માટે સારી એવી રકમ ખર્ચવી પડે છે. તેથી જો તમે બે સિમનો ઉપયોગ કરો છો અને તેમને એક્ટિવ રાખવા માટે રિચાર્જ પ્લાન જોઈએ છે, જે તમારા ખિસ્સા પર વધારે બોજ ન નાખે, તો Jioના આ સસ્તો રિચાર્જ પ્લાન ખૂબ જ સારો વિકલ્પ છે.

તમે સેકન્ડરી સિમ તરીકે Jio સિમનો ઉપયોગ કરી શકો છો અને ટેલિકોમ કંપનીની અમર્યાદિત કોલ, દૈનિક SMS અને ડેટા સાથે ઘણા સસ્તા પ્લાન ઓફર્સનો લાભ લઈ શકો છો. આ સસ્તા પ્લાન માત્ર સેકન્ડરી સિમ યુઝર્સ માટે જ નથી, પરંતુ જો તમે મુખ્યત્વે Wi-Fi પર ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, તો આ પ્લાન્સ તમારી અપેક્ષાઓ પૂરી કરશે. ચાલો 5 સસ્તા Jio પ્લાન પર એક નજર કરીએ. જે તમારા સેકન્ડરી સિમને એક્ટિવ રાખવા માટે યોગ્ય છે.

Jioના 5 સસ્તા પ્લાન
1. Jioનો 75 રૂપિયાવાળા પ્લાનઃ આ પ્લાનમાં તમને 23 દિવસની વેલિડિટી મળે છે. જેમાં 2GB ડેટા અને 50 SMS સામેલ છે. આ ઉપરાંત Jio to Jio અનલિમિટેડ કોલિંગ પણ ઉપલબ્ધ છે.

2. Jioનો 91 રૂપિયાવાળો પ્લાનઃ આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. જેમાં 3GB ડેટા અને 50 SMS સામેલ છે. Jio to Jio અનલિમિટેડ કોલિંગ પણ આમાં સામેલ છે.

3. Jioનો 125 રૂપિયાવાળો પ્લાનઃ આ પ્લાનની વેલિડિટી 23 દિવસની છે. જેમાં 14GB ડેટા અને 300 SMS સામેલ છે. Jio to Jio અનલિમિટેડ કોલિંગ પણ આમાં સામેલ છે.

4. Jio નો 155 રૂપિયાનો પ્લાનઃ આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. જેમાં 2GB ડેટા અને 300 SMS સામેલ છે. Jio to Jio અનલિમિટેડ કોલિંગ પણ આમાં સામેલ છે.

5. Jioનો 185 રૂપિયાનો પ્લાનઃ આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. જેમાં 28GB ડેટા અને દરરોજ 100 SMS સામેલ છે. Jio to Jio અનલિમિટેડ કોલિંગ પણ આમાં સામેલ છે.

આ પ્લાન્સની સાથે હવે તમારે તમારા સિમને એક્ટિવ રાખવાની ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારી જરૂરિયાત મુજબ આમાંથી કોઈપણ પ્લાન પસંદ કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news