)
Jio Plan under 200 : Jio એ તાજેતરમાં પોતાનો એક સસ્તો પ્લાન બંધ કરી દીધો છે, ત્યારબાદ યુઝર્સે ડેટા માટે વધુ પૈસા આપવા પડી રહ્યાં છે. અહેવાલ પ્રમાણે જલ્દી ટેલીકોમ કંપનીઓ રિચાર્જ પ્લાન મોંઘા કરી શકે છે. તેનાથી લોકોમાં ચિંતા વધી ગઈ છે. આજકાલ લોકોને વધુ ઈન્ટરનેટ સાથે અનલિમિટેડ કોલિંગ જેવી સુવિધાઓ જોઈએ છે. આ સાથે તેને અન્ય ફ્રી બેનિફિટ્સ જેમ કે ફ્રી ઓટીટી સબ્સક્રિપ્શનની જરૂરિયાત હોય છે. સસ્તો પ્લાન હટ્યા બાદ પણ જિયોના 200 રૂપિયાથી ઓછી કિંમતમાં ઘણા પ્રીપેડ પ્લાન આવે છે. યુઝર્સને આ પ્લાનમાં ઘણા બેનિફિટ્સ મળે છે. આવો અહીં જિયોના 200 રૂપિયાથી ઓછી કિંમતમાં શરૂ થતાં પ્લાન વિશે જાણીએ.
Jio ના સસ્તા પ્લાન
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જિયો 200 રૂપિયાથી ઓછામાં એક એવો પ્લાન ઓફર કરે છે, જેમાં દરરોજ 2જીબી ડેટા મળે છે. ડેટા સિવાય પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. પ્લાનમાં પસંદગીના યુઝર્સને 5GB મોબાઇલ ડેટા પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી 14 દિવસ છે. આ સિવાય પ્લાનમાં JioTV નું ફ્રી સબ્સક્રિપ્શન અને JioAICloud મળે છે.
200 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતો અનલિમિટેડ ડેટા પ્લાન
જિયો 200 રૂપિયાથી ઓછામાં ઘણા ડેટા પ્લાન ઓફર કરે છે. તેમાં અનલિમિટેડ ડેટા અપગ્રેડવાળા 152 રૂપિયા, 101 રૂપિયા અને 51 રૂપિયાનો પ્લાન સામેલ છે. 151 રૂપિયામાં યુઝર્સને અનલિમિટેડ 5જી ડેટા અને 9GB 4G ડેટા મળે છે. તેની વેલિડિટી એક્ટિવ પ્લાનની બરાબર હોય છે.
101 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં અનલિમિટેડ 5જી સાથે 6GB 4G ડેટા મળે છે. તો 51 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ 5જી અને 3GB 4G ડેટા ઓફર કરવામાં આવે છે.
200 રૂપિયાથી ઓછી કિંમતના એન્ટરટેઈનમેન્ટ પ્લાન
કંપની 200 રૂપિયાથી ઓછી કિંમતમાં ઘણા એન્ટરટેઈનમેન્ટ પ્લાન ઓફર કરે છે. તેમાં 175 રૂપિયા, 195 રૂપિયા અને 100 રૂપિયાવાળો પ્લાન સામેલ છે. 175 રૂપિયાના પ્લાનમાં 10GB ડેટા, Zee5, SonyLIV જેવી ઓટીટી એપનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. તેની વેલિડિટી 28 દિવસ છે. 100 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાનમાં 5GB ડેટા અને JioHotstar નું સબ્સક્રિપ્શન 90 દિવસ માટે મળે છે. 195 રૂપિયાના પ્લાનમાં 15GB અને JioHotstar 90 દિવસ સુધી મળે છે.