નવી દિલ્હીઃ Jio Recharge Plan Rs 395 : રિલાયન્સ જિયો યૂઝર્સ માટે કામની વાત છે. આજે અમે તમને જિયોના એક એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં માત્ર 395 રૂપિયામાં અનલિમિટેડ 5G ડેટાથી લઈને કોલિંગ અને SMS ના ફાયદા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio Rs 395 Recharge Plan
રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સને એક સ્પેશિયલ રિચાર્જ પ્લાન ઓફર કરે છે. આ પ્લાનની કિંમત ભલે ઓછી છે, પરંતુ તેમાં મળતા બેનિફિટ્સનું લિસ્ટ લાંબુ છે. જિયોના આ રિચાર્જ પ્લાનમાં દરરોજ 5 રૂપિયાથી ઓછાના ખર્ચમાં અનલિમિટેડ 5જી ડેટા મળશે. સાથે અનલિમિટેડ કોલિંગ સહિત અન્ય બેનિફિટ્સ મળશે.


Jio Rs 395 Recharge Plan Benefits
જિયોના આ પ્લાનની ખુબી છે કે તેમાં તમને ખુબ ઓછી કિંમત પર લોન્ગ ટર્મ વેલિડિટીની સાથે કોલિંડ, ડેટા અને એસએમએસના ફાયદા મળે છે. રિલાયન્સ જિયોના આ સુપર અફોર્ડેબલ રિચાર્જ પ્લાન વિશે વિગતવાર જાણીએ.


આ પણ વાંચોઃ Smartphone માં મળ્યા આ 3 વીડિયો તો સીધી થશે જેલ, આજે જ કરી દો ડિલીટ


જિયોનો 395 રૂપિયાવાળો પ્લાન
જિયોનો 395 રૂપિયાનો પ્લાન ઘણા બેનિફિટ્સ સાથે આવે છે. જિયોના આ પ્લાનમાં યૂઝર્સને 84 દિવસની વેલિડિટી મળે છે. જિયોના આ પ્લાનમાં ગ્રાહકોને કુલ 6જીબી ડેટાનો ફાયદો મળી રહ્યો છે. કંપની આ પ્લાનમાં અનલિમિટેડ 5જી ડેટા ઓફર કરી રહી છે. એટલું જ નહીં પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને 1000 SMS નો ફાયદો પણ મળે છે.


જિયો રિચાર્જ એડ ઓન બેનિફિટ્સ
જિયો રિચાર્જ પર મળતા બીજા બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. 


આ પણ વાંચોઃ મારુતિ ની આ સેડાન આગળ અમેઝથી લઈને વરના સુધી ફેલ, કિંમત 6.57 લાખ રૂપિયાથી શરૂ


અનલિમિટેડ 5જી ડેટાનો ફાયદો
કંપની આ પ્લાનમાં અનલિમિટેડ 5જી ડેટા આપી રહી છે. બસ તે માટે તમારી પાસે 5જી સપોર્ટ કરતો મોબાઈલ હોવો જોઈએ અને તમારા વિસ્તારમાં 5જી સેવા મળવી જોઈએ. જો તમારા વિસ્તારમાં 5જી સેવા મળતી હોય તો આ પ્લાનમાં તમે ઓછા ખર્ચે અનલિમિટેડ ડેટા વાપરી શકો છો.