ગુજરાતી ન્યૂઝTechnologyભારતના આ હથિયારથી દુશ્મન દેશો કાંપી ઉઠે છે, જાણો 5 આધુનિક મહાશસ્ત્રો વિશે...

ભારતના આ હથિયારથી દુશ્મન દેશો કાંપી ઉઠે છે, જાણો 5 આધુનિક મહાશસ્ત્રો વિશે...

વિશ્વમાં યુદ્ધની ભયાનકતા વધી રહી છે. જેથી હવે દરેક દેશે ડ્રોન તકનીકને વિકસાવવી જરુરી બની છે. ભારત પાસે પણ દુશ્મનોને કડક જવાબ આપવા એડવાન્સ ડ્રોન સિસ્ટમ છે. ચાલો જાણીએ વધુ તાકત ધરાવતું ડ્રોન ક્યું છે અને તે કઈ રીતે દુશ્મનને ખત્મ કરી શકે છે.

ભારતના આ હથિયારથી દુશ્મન દેશો કાંપી ઉઠે છે, જાણો 5 આધુનિક મહાશસ્ત્રો વિશે...

Drone attacks: હાલ દુનિયાભરની નજર ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતાં તણાવ પર છે. તે બંને દેશના સામસામે ચાલતાં યુદ્ધે ફરી એકવાર સાબિત કર્યું છે કે હવે ડ્રોન માત્ર જાસુસીના ઉપકરણ તરીકે નહી પરંતુ એક નિર્યાણક હથિયાર તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. ઈઝરાયલ અને ઈરાને એકબીજાને જવાબ આપવા અનેક ડ્રોનના હુમલાઓ કર્યા છે. જેનાથી દુનિયાને માનવ રહિત વિમાનોની તાકાત દેખાય રહી છે. ભારતે પણ આ દિશામાં પ્રગતિ કરી છે. ભારત ક્યારેય યુદ્ધની પહેલ કરતું નથી પણ જ્યારે વાતાવરણ અસુરક્ષિત બને ત્યારે તેનો બરાબર જવાબ આપવામાં પણ પાછળ રહેતું નથી. ભારત પાસે ઘણાં ઉન્નત ડ્રોન છે જેનાથી દુશ્મન પર બાજ નજર રાખી શકાય છે અને સાથે જરુર પડ્યે તેને પળભરમાં જ નષ્ટ કરવાની પણ ક્ષમતા રાખે છે.

ઈઝરાયલ એરસ્પેસથી તૈયાર કરવામાં આવ્યું આ ડ્રોન
ભારતના સૌથી ખતરનાક હથિયારોમાંનું એક એટલે HAROP ડ્રોન, જે ઈઝરાયલ એરસ્પેસ દ્વારા વિકસિત છે. આ ડ્રોનની ખાસિયત એ છે કે તે દુશ્મનની રડાર સિસ્ટમને ઓળખીને સીધો હમલો કરે છે અને ટારગેટ સાથે અથડાઈને ડ્રોન પોતે વિસ્ફોટ થાય છે તથા ટારગેટનો પણ ખાત્મો બોલાવે છે. આ ડ્રોન લગભગ 9 ક્લાક અને 500 કિલોમીટર સુધી સતત હવામાં ઉડી શકે છે. તેની તેજ ગતિ અને સટીકતા દુશ્મન માટે સાયલેન્ટ કિલર બની રહે છે.

Add Zee News as a Preferred Source

Heron Mark 2: હાઈ-ટેક ડ્રોન  
Heron Mark 2 ડ્રોન આધુનિક ડ્રોન છે. 2023માં ભારતે ઈઝરાયલ પાસેથી ખરીદ કર્યું હતું. આ ડ્રોન 24 ક્લાક સુધી 3000 કિલોમીટર હવામાં ટકી શકે છે. તેમાં હાઈ-ટેક કેમેરા, રડાર અને લેઝર ટારગેટિંગ સિસ્ટમ જોડાયેલ હોય છે. આ બધી સુવિધઓને કારણે આ ડ્રોન મલ્ટી ડ્રોન તરીકે પણ જાણીતું છે. 

ભારતીય સુરક્ષામાં અગત્યની ભૂમિકા ધરાવતું ડ્રોન
અન્ય એક  Kamikaze ડ્રોન નેશનલ એરસ્પેસ લેબોરેટરીઝ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ આત્મઘાતી ડ્રોન ભારતની આત્મનિર્ભર રક્ષા તકનીકની એક મિસાઈલ છે. તેની રફ્તાર લગભગ 180 કિલોમીટર પ્રતિ ક્લાક છે. આ ડ્રોનનું કદ નાનું છે. તેની લો-લડાર સિગ્નેચરને કારણે તે દુશ્મનોના હાથમાં આવવું કઠિન છે. 

અદાણી સાથે પણ ભાગીદારી
ત્યારબાદ હજુ એક જબરદસ્ત હથિયાર છે જે અદાણી ડિફેન્સ અને ઈઝરાયલી કંપની એલ્બિટ સિસ્ટમ્સની ભાગીદારી વડે તૈયાર થયું છે. આ ડ્રોન Hermes 900 તરીકે ઓળખાય છે. ડ્રોનની ખાસ વાત એ છે કે તે તસ્વીર લઈને ટારગેટને ઓળખી શકે છે. આ ડ્રોન દરેક પ્રકારના વાતાવરણમાં કાર્ય કરી શકે છે. 

ભારત અમેરિકી તકનીકનું ડ્રોન ધરાવે છે
ભારત પાસે એક ડ્રોન એવું પણ છે કે જે અમેરિકી તકનીકથી બન્યું છે. MQ-9 Reaper ડ્રોનનો દુનિયાના સૌથી વધુ ખતરનાક યૂએવીમાં સમાવેશ થાય છે. ભારત પાસે આ ડ્રોનનું એડવાન્સ વર્ઝન છે, જે જાસુસી અને હમલાનું કામ એકસાથે કરવા માટે સક્ષમ છે. આ ડ્રોન 50,000 ફૂટની ઊંચાઈ સુધી ઉડી શકે છે અને 1900 કિલોમીટર સુધીની રેંજમાં ઓપરેશન કરી શકે કરી શકે છે. તેની સ્પીડ લગભગ 482 કિલોમીટર પ્રતિ ક્લાક છે અને 1700 કિલોથી વધુ પેલોડ લઈ શકે છે. 

ડિસ્ક્લેમર: આપેલ જાણકારી સામાન્ય જાણકારી પર આધારિત છે. Zee 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર

...और पढ़ें

Trending news