)
Maruti Suzuki First Electric Car: ભારતીય બજારમાં મારૂતિ સુઝુકીની કારનો દબદબો જોવા મળે છે. છેલ્લા ઘણા દાયકાથી કંપની કાર માર્કેટમાં રાજ કરી રહી છે. ખાસ વાત છે કે હવે કંપની પોતાની પ્રથમ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહી છે, જેને તાજેતરમાં ઓટો એક્સપો 2025માં રજૂ કરવામાં આવી હતી.
મારૂતિ સુઝુકીની આ ઈવી કંપનીના Heartect ઈ-પ્લેટફોર્મ પર બેસ્ડ હશે અને તેને ઘણી આધુનિક ટેક્નોલોજી અને સેફ્ટી ફીચર્સથી લેસ કરવામાં આવી છે. તેનો દમદાર બેટરી પેક અને લાંબી રેન્જને કારણે ભારતીય ગ્રાહકો માટે શાનદાર ઓપ્શન બની શકે છે.
દમદાર બેટરી અને પાવરફુલ રેન્જ
મારૂતિ e-Vitara બે બેટરી પેક ઓપ્શન સાથે આવશે, જે 141 bhp નો પાવર જનરેટ કરે છે અને 500 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. ઈ-વિટારા 171 bhp નો પાવર જનરેટ કરે છે અને એક ચાર્જમાં આશરે 500 કિલોમીટર સુધીની રેન્જ આપશે. બંને બેટરી વેરિએન્ટમાં 189 Nm નો પીક ટોર્ક મળશે.
Maruti e-Vitara ના ફીચર્સ
આ ઈલેક્ટ્રિક એસયુવીમાં વિવિધ પ્રકારની એલઈડી ડે ટાઈમ રનિંગ લાઈટ્સ (ડીઆરએલ) આપવામાં આવી છે, જે તેના લુકને સ્ટાઇલિશ બનાવે છે. તેના આગળના ભાગમાં એક ખાલી ઓફ ગ્રીલ છે, જેના પર મારુતિનો મોટો લોગો છે. આ કાર 10 અલગ-અલગ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે, જેમાં ગ્રાહકોને તેમની પસંદગી મુજબ કલર પસંદ કરવાનો વિકલ્પ મળશે.
આ કારનું ઈન્ટીરિયર પણ શાનદાર અને આરામદાયક છે. તેમાં ચાર ડુઅલ-ટોન ઈન્ટીરિયર ઓપ્શન મળશે, જેનાથી તેની કેબિન વધુ પ્રીમિયમ લાગશે. કારમાં સ્પિલટ-ફોલ્ડિંગ સીટ્સ આપવામાં આવી છે, જે વધુ લગેજ સ્પેસ માટે ફોલ્ડ કરી શકાય છે. આ સિવાય તેમાં ડુઅલ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં નવી ઓપરેટિંગ સિસ્ટમ હશે.
સેફ્ટી અને અદ્યતન સુવિધાઓ
આ ઇલેક્ટ્રિક SUV ADAS લેવલ 2 ટેક્નોલોજીથી સજ્જ છે, જે આ કારને વધુ સુરક્ષિત અને અદ્યતન બનાવે છે. તેમાં અનુકૂલનશીલ ક્રુઝ કંટ્રોલ છે, જે સ્પીડને આપમેળે નિયંત્રિત કરે છે. લેન કીપ આસિસ્ટ ફીચર કારને યોગ્ય લેનમાં જાળવવામાં મદદ કરે છે. આ સિવાય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કારમાં 7 એરબેગ્સ આપવામાં આવી છે, જે તમામ વેરિએન્ટમાં સ્ટાન્ડર્ડ ફીચર હશે.
વેરિએન્ટ અને કિંમત
મારુતિ ઈ-વિટારા ત્રણ અલગ-અલગ વેરિઅન્ટ ડેલ્ટા (ડેલ્ટા), ઝેટા (ઝેટા) અને આલ્ફા (આલ્ફા)માં લૉન્ચ કરવામાં આવશે, આ ઇલેક્ટ્રિક એસયુવીની અપેક્ષિત કિંમત 20 લાખથી 25 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે હોઈ શકે છે.