)
ભારતમાં મારૂતિ સુઝુકી પોતાની પોપુલર Fronx SUV નું હાઇબ્રિડ વર્ઝન રજૂ કરવા જઈ રહી છે. આ નવી Fronx Hybrid ને 2026માં લોન્ચ કરી શકાય છે અને તેનું સંભવિત પર્દાપણ Mobility Global Expo 2026 માં થઈ શકે છે. તાજેતરમાં ગુરૂગ્રામમાં આ કાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી.
નવી ફ્રોન્ક્સ હાઇબ્રિડ વર્તમાન પેટ્રોલ મોડલથી મોંઘી હશે. માનવામાં આવી રહ્યું છે કે તેની કિંમત પેટ્રોલ વર્ઝનથી આશરે 2થી 2.5 લાખ રૂપિયા વધુ હશે. વર્તમાનમાં Fronx ની કિંમત 7.59 લાખથી 12.95 લાખ (એક્સ-શોરૂમ) સુધી છે. આ રેન્જમાં એસયુવી મિડલ ક્લાસ ગ્રાહકો માટે બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ સાબિત થઈ શકે છે.
કેટલી માઇલેજ આપશે Maruti Fronx Hybrid?
Maruti Fronx Hybrid માં કંપનીનું નવું 1.2 લીટર Z12E થ્રી-સિલિન્ડર પેટ્રોલ એન્જિન હશે, જે એક સ્ટ્રોન્ગ હાઇબ્રિડ સિસ્ટમની સાથે કામ કરશે. આ સિરીઝ હાઇબ્રિડ સેટઅપ છે, જેમાં પેટ્રોલ એન્જિન બેટરીને ચાર્જ કરશે અને ઈલેક્ટ્રિક મોટર વ્હીલસને પાવર આપશે. આ નવી તકનીકની મદદથી Fronx Hybrid ની માઇલેજ 30-35 કિમી/લીટર સુધી પહોંચી શકે છે. આ વર્ષમાન પેટ્રોલ વર્ઝન (20.01–22.89કિમી/લીટર) અને સીએનજી વેરિએન્ટ (28.52 કિમી/કિલો) થી સારી છે.
ગાડીના ફીચર્સ અને ટેક્નોલોજી
Maruti Fronx Hybrid માં ઘણા પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવશે. તેમાં 9-ઇંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, હેડ-અપ ડિસ્પ્લે, 360 ડિગ્રી કેમેરા, વાયરલેસ ચાર્જિંગ, લેવલ 1 ADAS નું ફીચર પણ સામેલ થઈ શકે છે, જેનાથી ડ્રાઇવિંગ વધુ સુરક્ષિત અને સરળ બની જશે.
Maruti હંમેશા પોતાના સેફ્ટી પેકેજમાં સુધાર કરવા માટે જાણીતી છે. Fronx Hybrid માં વર્તમાન મોડલ જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવશે. તેમાં 6 એરબેગ્સ (સ્ટાન્ડર્ડ) ABS ની સાથે EBD, ઈલેક્ટ્રોનિક્સ સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), હિલ હોલ્ડ અસિસ્ટ, રિવર્સ પાર્કિંગ સેન્સર અને કેમેરા, ISOFIX ટાઇલ્ડ સીટ માઉન્ટ્સ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સામેલ થઈ શકે છે.