)
Maruti Suzuki Car Under 3.5 Lakh: ભારતીય બજારમાં ઘણી સસ્તી અને શાનદાર કાર ઉપલબ્ધ છે. મારૂતિ અલ્ટો કે10 (Maruti Alto K10) મોસ્ટ પોપુલર કારમાંથી એક છે. આ ગાડીની કિંમત 4 લાખથી ઓછી છે. પરંતુ અલ્ટો કે10 થી પણ સસ્તી હજુ એક કાર છે, જે મારૂતિ સુઝુકીમાંથી આવે છે. મારૂતિ એસ-પ્રેસો (Maruti S-Presso) ભારતની સસ્તી કાર છે. આ કારની કિંમત 3.5 લાખથી ઓછી છે.
Maruti Alto થી પણ સસ્તી ગાડી
મારૂતિ અલ્ટોની એક્સ-શોરૂમ કિંમત 3,69,600 રૂપિયાથી શરૂ થાય છે. તેનાથી પણ સસ્તી એસ-પ્રેસો છે, જેની એક્સ શો-રૂમ કિંમત 349900 રૂપિયાથી શરૂ થાય છે. એસ-પ્રેસો 7 કલર વિરેએન્ટમાં ઉપલબ્ધ છે. આ ગાડીમાં એડવાન્સ ડુઅલ જેટ, ડુઅલ VVT એન્જિન લાગેલું છે, જેને 5500 rpm પર 49 kW નો પાવર મળે છે. આ કારના એન્જિન સાથે 5-સ્પીડ મેનુઅલ કે AGS ટ્રાન્સમિશન લાગેલું છે.
Maruti S-Presso ના સેફ્ટી ફીચર્સ
મારૂતિ એસ-પ્રેસોમાં એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમની સાથે ઈલેક્ટ્રિક બ્રેક ડિસ્ટ્રીબ્યુશનનું ફીચર પણ છે. આ ગાડીમાં પેસેન્જર્સ સેફ્ટી માટે ડુઅલ એરબેગ લાગી છે. મારૂતિની આ કારમાં હિલ હોલ્ડ અસિસ્ટની સાથે રિવર્સ પાર્કિંગ સેન્સર પણ આપવામાં આવે છે. કારમાં ણોટો ગેર શિફ્ટ ટેક્નોલોજી પણ મળે છે. મારૂતિ એસ-પ્રેસો બજારમાં આઠ વેરિએન્ટમાં મળે છે અને તેના ટોપ મોડલની એક્સ-શોરૂમ કિંમત 5,24,900 રૂપિયા છે.
5 લાખની રેન્જમાં સારો વિકલ્પ
મારૂતિ એસ-પ્રેસોની સાથી મોટી ટક્કર અલ્ટો કે10 સાથે છે, જેની એક્સ-શોરૂમ કિંમત 3.70 લાખથી શરૂ થાય છે. રેનો ક્વિડ પણ સસ્તી ગાડીમાં સામેલ છે, ક્વિડની એક્સ-શોરૂમ કિંમત 4.30 લાખ રૂપિયાથી શરૂ થઈ 5.99 લાખ રૂપિયા સુધી જાય છે. ટાટા ટિયાગો એસ-પ્રેસોની તુલનામાં થોડી મોંઘી છે, પરંતુ પાંચ લાખ રૂપિયાની રેન્જમાં સારી કાર છે. ટિયાગોની એક્સ-શોરૂમ કિંમત 4.57 લાખ રૂપિયાથી શરૂ થઈ 7.82 લાખ રૂપિયા સુધી જાય છે.