કરી લો તૈયારી! આગામી મહિને આવી રહી છે મારુતિની પહેલી ઇલેક્ટ્રિક કાર! સીધી ક્રેટા સાથે થશે કાંટે કી ટક્કર

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ભારતમાં પોતાની નવી અને પ્રથમ ઈલેક્ટ્રિક SUV Vitara લોન્ચ કરવા જઈ રહી છે, તે આવતા મહિને લોન્ચ થવાની આશા છે.

કરી લો તૈયારી! આગામી મહિને આવી રહી છે મારુતિની પહેલી ઇલેક્ટ્રિક કાર! સીધી ક્રેટા સાથે થશે કાંટે કી ટક્કર

Maruti Suzuki e Vitara ભારતમાં લોન્ચ માટે તૈયાર છે. આ વર્ષે ઓટો એક્સપોમાં પહેલીવાર તેને રજૂ કરવામાં આવી હતી. તે તેના કોમ્પેક્ટ કદ અને મહાન જગ્યાને કારણે ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. સિટી ડ્રાઇવિંગ માટે આ એક પરફેક્ટ મોડલ સાબિત થઈ શકે છે. લોન્ચને લઈને કંપની તરફથી કોઈ માહિતી મળી નથી. રિપોર્ટ્સ અનુસાર, કેટલાક ડીલરશિપ પર તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. આ કાર 25,000 રૂપિયાની ટોકન રકમ ચૂકવીને બુક કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી કંપની તરફથી બુકિંગને લઈને કોઈ માહિતી મળી નથી.

કિંમત અને લોન્ચ
રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત 16.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થઈ શકે છે. નવી ઇ-વિટારા નેક્સા બ્લુ, ગ્રે, સિલ્વર, વ્હાઇટ, રેડ અને બ્લેક સિંગલ-ટોન કલર્સ સાથે સ્પ્લેન્ડિડ સિલ્વર, ઓપ્યુલન્ટ રેડ, આર્ક્ટિક વ્હાઇટ વિથ બ્લુશ બ્લેક રૂફ અને લેન્ડ બ્રિઝ ગ્રીન ડ્યુઅલ-ટોન કલરમાં ઓફર કરવામાં આવે છે. ભારતમાં તે Hyundai Creta Electric સાથે સ્પર્ધા કરશે.

Add Zee News as a Preferred Source

બે બેટરી પેકનું ઓપ્શન
નવી e Vitaraને બે બેટરી પેક મળશે, જેમાં એક 49kWh અને 61kWh બેટરી પેક હશે, જેની રેન્જ 500 કિલોમીટરથી વધુ હોવાની અપેક્ષા છે. ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ બેટરી પેક પસંદ કરી શકે છે. ઇ વિટારાનું ઉત્પાદન ગુજરાતના પ્લાન્ટમાં કરવામાં આવશે અને તેને જાપાન અને યુરોપમાં નિકાસ કરવામાં આવશે અને નેક્સા આઉટલેટ્સ દ્વારા વેચવામાં આવશે.

180mm મળશે ગ્રાઉન્ડ ક્લિયરન્સ 
નવી eVitaraનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180mm હશે. આ સિવાય તેની લંબાઈ 4,275mm, પહોળાઈ 1,800mm, ઊંચાઈ 1,635mm, વ્હીલબેઝ 2,700mm અને R18 એરોડાયનેમિક એલોય વ્હીલ્સ તેમાં જોવા મળશે. તેમાં આગળ અને પાછળના લેમ્પમાં 3-પોઇન્ટ મેટ્રિક્સ LED DRL છે. તેમાં આપવામાં આવેલી ડ્રાઈવર સીટને 10 રીતે એડજસ્ટ કરી શકાય છે. સુરક્ષા માટે તેમાં 7 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, લેવલ-2 ADAS, EBD સાથે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news