XIAOMI 29 માર્ચના લિક્વિડ લેંસ સાથે ફોન લોન્ચ કરશે? જાણો શું છે લિક્વિડ લેંસ
XIAOMI કંપની દર વખતે અવનવા આવિષ્કાર સાથે આધુનિક ટેક્નોલોજી માર્કેટમાં લોન્ચ કરે છે. ત્યારે આ વખતે કંપની MI MIXનું નવું વર્ઝન લોન્ચ કરી રહી છે. આ સ્માર્ટફોન લિક્વિડ લેન્સ સાથે લોન્ચ કરવામાં આવશે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ XIAOMI કંપની દર વખતે અવનવા આવિષ્કાર સાથે આધુનિક ટેક્નોલોજી માર્કેટમાં લોન્ચ કરે છે. ત્યારે આ વખતે કંપની MI MIXનું નવું વર્ઝન લોન્ચ કરી રહી છે. આ સ્માર્ટફોન લિક્વિડ લેન્સ સાથે લોન્ચ કરવામાં આવશે. MI MIX કંપનીનો પહેલો કોન્સેપ્ટ ફોન છે જેમાં બેઝલ્સ ન હતા. ત્યારબાદ MI MIXમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા. આ પહેલા MI MIXના ફોનમાં વોટરફોલ ડિસ્પ્લે આપવામાં આવી હતી. હવે કંપની નવો MI MIX સ્માર્ટફોન 29 માર્ચના રોજ લોન્ચ કરવા જઈ રહી છે. આજ દિવસે XIAOMI કંપની પોતાનો આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે.
Holi Special: બોલીવુડના આ ફિલ્મી સિતારાઓની લગ્ન પછી પહેલી હોળી
લિક્વિડ લેંસ સાથે MI MIX થશે લોન્ચ-
MI MIXના ટીઝર મુજબ આ પહેલો ફોન હશે જેમાં લિક્વિડ લેંસ આપવામાં આવશે. લિક્વિડ લેંસને શાઓમીએ જ ડેવલોપ કર્યો છે. જે અંગેની માહિતી કંપનીએ આપી છે. આ લેંસ માણસની આંખોના તર્જ પર કામ કરશે. આ લેંસ કેવો હશે અને સામાન્ય લેંસથી કેટલો અલગ હશે તે લોંચ બાદ જ જાણી શકાશે. કંપની આ કોન્સેપ્ટને બાયોનિક ફોટોગ્રાફી બતાવી રહી છે. આ લેંસમાં ટ્રાન્સપરેન્ટ ફ્લૂઈડનો ઉપયોગ કરવામાં આવશે, જેથી લેંસના કર્વેચરને બદલી શકાય અને ફોકસ ઝડપથી કરી શકાય. આ લેંસથી કોઈ પણ વસ્તુ પર ફોકસ વધુ સટીક અને ઝડપથી થશે.
શું છે લિક્વિડ લેંસ?
આ લેંસમાં કંપની ઓપ્ટિકલ ગ્રેડ લિક્વિડનો ઉપયોગ કરશે, જેને ઈલેક્ટ્રોનિકલી કંટ્રોલ કરી શકાશે. લિક્વિડ લેંસ હોવાથી ફોકલ લેન્થને ઝડપથી બદલી શકાશે. શાઓમીના CEO LEI JUNએ કહ્યું કે લિક્વિડ લેંસ મોટલ દ્વારા કંટ્રોલ કરી શકાશે, જેનાથી રેપિડ ફોકસિંગ શક્ય બનશે. કંપનીએ આ લેંસની સરખામણી માણસની આંખો સાથે કરી છે.
Holi Special: ધૂળેટી પર કેમ સફેદ કપડાં પહેરવાનો છે ટ્રેન્ડ, જાણો આ છે કારણો
આગામી સ્માર્ટફોન શું ફોલ્ડેબલ હશે?
MI MIX સાથે શાઓમી આ વખતે ફોલ્ડેબલ સ્ક્રીન સાથે આવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી કંપની ફોલ્ડેબલ ડિવાઈસ પર કામ કરી રહી છે. જેથી આગામી સ્માર્ટફોનમાં ફોલ્ડેબલ ડિસ્પ્લે હોય શકે છે. સેમસંગ અને હુવાવે જેવી કંપનીઓએ પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. શાઓમીએ 2019માં આ પ્રકારના સ્માર્ટફોનનું પ્રોટોટાઈપ દર્શાવ્યું હતું. આ વખતે જોવું રહ્યું કે શાઓમી કંપની પોતાનો MI MIXને માર્કેટમાં લોન્ચ કરે છે કે નહીં. કારણ કે MI MIX ALPHAને લોન્ચ તો કરવામાં આવ્યો, પરંતુ તેને માર્કેટમાં વેંચાણ માટે લોન્ચ કરવામાં આવ્યો નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube