)
Reliance Jio પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે શાનદાર ઓફર લાવ્યું છે. હવે જિયો કેટલાક પ્રીપેડ રિચાર્જ પ્લાન્સની સાથે યુઝર્સને ફ્રી Netflix સબ્સક્રિપ્શન આપી રહ્યું છે. તેથી યુઝર્સે હવે અલગથી Netflix નું સબ્સક્રિપ્શન લેવાની જરૂર પડશે નહીં અને તે પોતાની પસંદગીની ફિલ્મ અને શોની મજા માણી શકશે.
આ બે પ્લાન્સમાં મળશે ફ્રી Netflix સબ્સક્રિપ્શન
₹1,299 વાળો Jio પ્લાન
ડેટા: 2GB દરરોજ
વેલિડિટી: 84 દિવસ (કુલ 168GB ડેટાा)
કોલિંગ/SMS: અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS
એક્સ્ટ્રા ફાયદાઃ ફ્રી Netflix સબ્સક્રિપ્શન, JioTV, JioCloud
આ પ્લાન તે યુઝર્સ માટે ઉપયોગી છે જે નેટફ્લિક્સનો આનંદ લેવા ઈચ્છે છે.
₹1,799 રૂપિયાવાળો પ્લાન
ડેટા: 3GB દરરોજ
વેલિડિટી: 84 દિવસ (કુલ 252GB ડેટા)
કોલિંગ/SMS: અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS
એક્સ્ટ્રા ફાયદાઃ ફ્રી Netflix સબ્સક્રિપ્શન, JioTV, JioCloud
કોના માટે ઉપયોગીઃ આ પ્લાન તેવા યુઝર્સ માટે ખાસ છે જેને વધુ ડેટાની જરૂર પડે છે
કઈ રીતે કરશો રિચાર્જ?
યુઝર્સ આ પ્લાન્સનું રિચાર્જ MyJio એપ કે જિયોની વેબસાઇટ કે અન્ય પ્લેટફોર્મ પરથી કરી શકે છે. રિચાર્જ કરવાની સાથે યુઝર્સ પોતાનું નેટફ્લિક્સ એકાઉન્ટ લિંક કરી શકે છે કે નવું એકાઉન્ટ બનાવી સ્ટ્રીમિંગ કરી શકે છે.
કેમ ખાસ છે આ ડીલ?
બજારમાં Netflix ના બેઝિક પ્લાનની કિંમત 149 રૂપિયા દર મહિને હોય છે. તેવામાં જો તમે 1299 કે 1799 રૂપિયાના જિયો પ્લાનની પસંદગી કરો છો તો તમને એક પ્લાનમાં ડેટા, કોલિંગ અને એસએમએસ સાથે નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન પણ મળી જશે.