Honda Activa 7G ભારતમાં ટૂંક સમયમાં થશે લોન્ચ! TVSના આ સ્કૂટર સાથે સીધી ટક્કર

અહેવાલ સામે આવી રહ્યા છે કે Honda નવા Activa 7G પર કામ કરી રહી છે જે ટૂંક સમયમાં લોન્ચ થશે. હાલમાં, Activa 6G ભારતમાં સારી રીતે વેચાઈ રહ્યું છે. ચાલો જાણીએ કે આવનારા Activa 7Gમાં કઈક ખાસ અને નવું શું જોવા મળશે?

Honda Activa 7G ભારતમાં ટૂંક સમયમાં થશે લોન્ચ! TVSના આ સ્કૂટર સાથે સીધી ટક્કર

ભારતમાં Honda Activa સૌથી વધુ વેચાતું સ્કૂટર છે. માર્કેટમાં ઘણા સ્કૂટર છે પરંતુ આજ સુધી કોઈ એક્ટિવાને વેચાણમાં પાછળ છોડી શક્યું નથી. હાલમાં જ કંપનીએ એક્ટિવા અપડેટ કરી તેને માર્કેટમાં લોન્ચ કરી છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે Honda નવા Activa 7G પર કામ કરી રહી છે જે ટૂંક સમયમાં લોન્ચ થશે. હાલમાં, Activa 6G ભારતમાં સારી રીતે વેચાઈ રહ્યું છે. ચાલો જાણીએ કે આવનારા Activa 7Gમાં કઈક ખાસ અને નવું શું જોવા મળશે. નવા Activa 7Gના લોન્ચિંગને લઈને કંપની તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.

No description available.

નવી ડિઝાઇન, નવા ફીચર્સ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવી Honda Activa 7Gની ડિઝાઇન અપડેટ કરી શકાય છે. તે હાલના મોડલ કરતા કોમ્પેક્ટ અને સ્લીકર હશે. તેના આગળથી પાછળ સુધી, તેના આગળના ભાગમાં નવી હેડલાઇટ્સ, ડીઆરએલ અને રિફ્લેક્ટ લાઇટ આપી શકે છે. હવે નવા Activa 7Gની સીટ નીચે વધુ જગ્યા મળી શકે છે જેથી બે મોટા હેલ્મેટ રાખી શકાય. તેની સીટ લાંબી કરવામાં આવશે જેથી પાછળ બેઠેલા લોકોને કોઈ મુશ્કેલી ન પડે.

અપડેટ એન્જિન
એન્જિન વિશે વાત કરીએ તો નવા Activa 7Gમાં અપડેટેડ 109cc સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન મળી શકે છે જે 7.6bhp અને 8.8Nm ટોર્ક આપશે. આ સ્કૂટરમાં એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ સ્વિચ બટન હશે. તેમાં સાયલન્ટ સ્ટાર્ટર અને ડ્યુઅલ-ફંક્શન સ્વિચની સુવિધા હશે. આ સ્કૂટર 50-55km પ્રતિ લીટરની ઝડપ મેળવી શકે છે જ્યારે હાલની એક્ટિવા હાલમાં 45 થી 50 kmplની માઈલેજ આપે છે. સ્કૂટરમાં 5.3 લીટરની ફ્યુઅલ ટેન્ક મળી શકે છે.

No description available.

ટીવીએસ જ્યુપિટર સાથે સ્પર્ધા કરશે
Honda Activa 7G સીધી જ્યુપિટર 110 સાથે ટક્કર થશે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 73,700 થી શરૂ થાય છે. તેમાં નવું 113.3cc સિંગલ સિલિન્ડર એન્જિન છે જે ફ્યુઅલ ઈન્જેક્શન ટેક્નોલોજી સાથે આવે છે. આ એન્જિન 5.9kwનો પાવર અને 9.8 NMનો ટોર્ક આપે છે. તેમાં CVT ગિયરબોક્સની સુવિધા છે. આ સ્કૂટરની માઈલેજ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તેની સીટ નીચે બે હેલ્મેટ રાખવાની જગ્યા છે. જ્યુપિટર 110 હવે પહેલા કરતા સારું છે અને તેમાં ઘણા સારા ફીચર્સ જોવા મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news