)
Jio, Airtel, Vi New Year Offers: નવું વર્ષ આવતાની સાથે જ મોબાઈલ યુઝર્સ માટે સારા સમાચાર છે. ડિસેમ્બર 2025ના અંતમાં દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Vi ન્યૂ યર 2026 માટે ખાસ રિચાર્જ ઓફર્સ લઈને આવી છે. આ પ્લાન્સમાં લાંબી વેલિડિટી, વધુ ડેટા અને AI તથા OTT સબસ્ક્રિપ્શન જેવા ફાયદા સામેલ છે. જો તમે નવા વર્ષની શરૂઆત નવા રિચાર્જ સાથે કરવા માંગો છો, તો આ ઓફર્સ વિશે જાણવું તમારા માટે જરૂરી છે.
Jioની ન્યૂ યર ઓફર
Reliance Jio એ 'Happy New Year 2026' નામે નવો પ્લાન રજૂ કર્યો છે. 500 રૂપિયાના આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે અને કુલ 56GB ડેટા આપવામાં આવી રહ્યો છે, એટલે કે રોજનો 2GB. જે યુઝર્સ પાસે 5G ફોન અને કવરેજ છે, તેમને અનલિમિટેડ 5G ડેટાનો લાભ પણ મળશે. એટલું જ નહીં, આ પ્લાન સાથે Jio યુઝર્સને YouTube Premium અને Prime Video Mobile Edition નું એક્સેસ આપવામાં આવી રહ્યું છે. આનો અર્થ એ છે કે મ્યુઝિક, વીડિયો અને વેબ સિરીઝ જાહેરાતો વગર જોઈ શકાશે.
એક રિચાર્જથી 35 હજારનો ફાયદો
Jio ના અનલિમિટેડ 5G પ્લાન્સ, જેની કિંમત 349 રૂપિયા કે તેથી વધુ છે, તેના પર Google Gemini Proનું 18 મહિનાનું સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે. આ AI ટૂલની કિંમત આશરે 35,100 રૂપિયા છે, જે આ ઓફરને ખૂબ જ ખાસ બનાવે છે.
Jio નો વર્ષભરનો પ્લાન:
3599 રૂપિયાના વાર્ષિક પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે. જેમાં રોજનો 2.5GB ડેટા, અનલિમિટેડ 5G અને એક વર્ષનું JioHotstar Mobile સબસ્ક્રિપ્શન સામેલ છે.
Jioના એકસ્ટ્રા ફાયદા પણ જાણી લો....
નવા Jio કનેક્શન લેનારાઓને બે મહિનાનું ફ્રી JioHome ટ્રાયલ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તમામ યુઝર્સને 50GB ફ્રી JioAICloud સ્ટોરેજ પણ મળશે, જ્યાં જરૂરી ફાઈલ્સ સુરક્ષિત રાખી શકાય છે.
Airtel રિચાર્જ પર ઓફર્સ
Airtel એ તેની ન્યૂ યર ઓફર્સમાં ઘણા વાર્ષિક પ્લાન્સ સાથે Perplexity Pro AI નું 12 મહિનાનું સબસ્ક્રિપ્શન આપી રહ્યું છે, જેની કિંમત આશરે 17,000 રૂપિયા છે.
કયા Airtel પ્લાન્સમાં મળશે AI સબસ્ક્રિપ્શન
Airtel ના 1849, 2249, 3599 અને 3999 રૂપિયાવાળા પ્લાન્સમાં આ Perplexity Pro ઓફર સામેલ છે. જેમાં યૂઝર્સને એડવાન્સ સર્ચ અને AI આસિસ્ટેન્ટનો ફાયદો મળે છે.
Airtel 3599 વાર્ષિક પ્લાન
આ પ્લાનમાં રોજનો 2GB ડેટા, અનલિમિટેડ 5G અને એક વર્ષનું JioHotstar Mobile સબસ્ક્રિપ્શન મળે છે. લાંબા સમય સુધી એક જ રિચાર્જ ચલાવનાર માટે આ પ્લાન ઉપયોગી છે.
Airtel કેશબેક અને ઈન્ટરનેશનલ ઓફર
Airtel Wallet અથવા UPI થી પ્રથમ વખત રિચાર્જ કરવા પર 50% સુધી કેશબેક (મહત્તમ ₹40) મળી શકે છે. જ્યારે 4000 રૂપિયાનો 'ઇન્ડિયા અને ગ્લોબલ પ્લાન' 365 દિવસની વેલિડિટી સાથે આવે છે, જેનો ઉપયોગ 180 થી વધુ દેશોમાં થઈ શકે છે.
Vi (Vodafone Idea) ની ન્યૂ યર ઓફર્સ
Vi એ તેના ન્યૂ યર પ્લાન્સમાં 'Hero Unlimited' બેનિફિટ્સ પર ભાર મૂક્યો છે. જેમાં નાઈટ ડેટા અને વીકેન્ડ ડેટા રોલઓવર જેવા ફીચર્સનો સમાવેશ થાય છે.
Vi નો 3499 વાર્ષિક પ્લાન
આ પ્લાનમાં રોજનો 1.5GB ડેટા, અનલિમિટેડ 5G અને પ્રથમ 90 દિવસ માટે વધારાનો 50GB ડેટા આપવામાં આવે છે. આ તે યૂઝર્સ માટે યોગ્ય છે, જેમણે શરૂઆતમાં વધારે ડેટા જોઈએ છે.
Vi OTT અને પ્રાઇમ પ્લાન્સ
3699 ના OTT પ્લાનમાં રોજ 2GB ડેટા સાથે એક વર્ષનું JioHotstar Mobile સબસ્ક્રિપ્શન મળે છે. જ્યારે 3799 ના Prime પ્લાનમાં રોજ 2GB ડેટા અને એક વર્ષનું Amazon Prime Lite સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.
Vi ના મોટાભાગના વાર્ષિક પ્લાન્સમાં “Binge All Night” ફીચર મળે છે, જેમાં રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા વાપરી શકાય છે. આ ઉપરાંત, “Weekend Data Rollover” થી અઠવાડિયાનો વધેલો ડેટા શનિવાર-રવિવારે વાપરી શકાય છે.