દમદાર છે Airtelનો આ પ્લાન્સ! માત્ર JioHotstar જ નહીં, Netflix સાથે મળશે Amazon Prime મફત
માત્ર JioHotsar પર જ નહીં પરંતુ તમે Netflixની સાથે Amazon Prime પર પણ ફ્રીમાં વેબ સિરીઝ જોઈ શકો છો. આ માટે તમારે માત્ર રિચાર્જ પ્લાન લેવો પડશે. જાણો રિચાર્જ પ્લાનની કિંમત કેટલી છે.
Trending Photos
Airtel Postpaid Recharge Plans: IPL 2025ની શરૂઆત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ફ્રી JioHotstar રિચાર્જ પ્લાન શોધી રહ્યા છે. પરંતુ એક ટેલિકોમ કંપની એવી છે જે માત્ર JioHotstar જ નહીં પરંતુ Netflix અને Amazon Prime પણ તેના ગ્રાહકોને મફતમાં ઓફર કરી રહી છે.
એટલે કે, IPL મેચ શરૂ થાય તે પહેલા, તમે અન્ય OTT પ્લેટફોર્મ પર વેબ સિરીઝ અથવા મૂવી જોઈને સંપૂર્ણ મનોરંજન કરી શકો છો. વાસ્તવમાં, એરટેલ તેના યુઝર્સને JioHotstar, Netflix અને Amazon Primeનું ફ્રી સબસ્ક્રિપ્શન આપી રહ્યું છે.
Airtre: 1399 રૂપિયામાં ઇન્ફિનિટી ફેમિલી પ્લાન
આ એરટેલનો પોસ્ટપેડ પ્લાન છે. આ પ્લાન સાથે 4 સિમ ઉપલબ્ધ છે એટલે કે તમે આ પ્લાન 1 નિયમિત + 3 એડ-ઓન સિમ સાથે લઈ શકો છો. આ પ્લાનમાં કુલ 240GB માસિક ડેટા મળશે. એટલે કે કંપની પ્રાઈમરી સિમ પર 150GB ડેટા અને દરેક એડ-ઓન સિમ પર 30GB ડેટા ઓફર કરી રહી છે.
Airtre: 1749 રૂપિયામાં ઇન્ફિનિટી ફેમિલી પ્લાન
આ સિવાય બીજો પ્લાન પણ એરટેલનો છે. આ પણ એરટેલનો પોસ્ટપેડ પ્લાન છે. જેમાં યુઝર્સને કુલ 5 સિમ એટલે કે 1 રેગ્યુલર + 4 એડ-ઓન સિમ મળે છે. આ પ્લાનમાં ગ્રાહકોને કુલ 320GB માસિક ડેટા મળે છે. તેનો અર્થ એ કે યૂઝર્સ પ્રાઈમરી સિમ પર 200GB ડેટા અને દરેક એડ-ઓન સિમ પર 30GB ડેટાનો લાભ મેળવી શકે છે.
ખાસ વાત એ છે કે બંને રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કોલની સાથે 100 SMSની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ સિવાય આ બંને પ્લાનમાં કંપની યુઝર્સને 1 વર્ષ માટે JioHotstar મોબાઇલ સબસ્ક્રિપ્શન, 6 મહિના માટે Amazon Prime મોબાઇલ સબસ્ક્રિપ્શન, Netflix (રૂ. 1399 માટે બેઝિક અને 1749 રૂપિયામાં સ્ટાન્ડર્ડ) માસિક સબસ્ક્રિપ્શન, એક્સ્ટ્રીમ પ્લે પ્રીમિયમ, Apple TV + અને Apple Music સહિત ઘણા વધારાના લાભો ફ્રીમાં આપી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે