)
BSNL Pay: ટેલિકોમ ટોકની એક રિપોર્ટ અનુસાર, BSNL પોતાની 'સેલ્ફ કેર' એપમાં UPI પેમેન્ટની સુવિધા ઉમેરી રહ્યું છે. આ સર્વિસ BHIM UPI પર આધારિત હશે, જેનાથી ગ્રાહકો સરળતાથી ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. ખાસ વાત એ છે કે આ માટે કોઈ અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં. BSNL સેલ્ફ કેર એપમાં જ આ ફીચર ઉપલબ્ધ થશે. આ જાહેરાત બાદ, કંપનીના સેલ્ફ કેર એપમાં એક બેનર પણ લાઈવ કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ સર્વિસ ટૂંક સમયમાં શરૂ થશે. હાલમાં તેની લોન્ચિંગ તારીખ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે કંપની 2025ની દિવાળી આસપાસ તેને લોન્ચ કરી શકે છે.
BSNLનું સસ્તું બ્રોડબેન્ડ ઓફર
BSNL માત્ર નવી ડિજિટલ સર્વિસ જ નહીં, પરંતુ તેના ગ્રાહકો માટે કેટલાક આકર્ષક અને સસ્તા પ્લાન પણ લાવી છે. કંપનીએ તેના એન્ટ્રી-લેવલ બ્રોડબેન્ડ પ્લાન પર ત્રણ મહિના માટે માસિક ટેરિફ ડિસ્કાઉન્ટની ઓફર કરી છે. આ ઓફર 30 સપ્ટેમ્બર સુધી માન્ય છે.
ફાઇબર બેઝિક પ્લાન: આ પ્લાનની મૂળ કિંમત રૂ. 499 છે, પરંતુ ત્રણ મહિના માટે રૂ. 100 નું ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટ સાથે પ્લાનનો માસિક ચાર્જ રૂ. 399 થઈ જશે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને 60 Mbps સુધીની ઇન્ટરનેટ સ્પીડ મળે છે.
ફાઇબર બેઝિક નિયો પ્લાન: આ પ્લાનની કિંમત રૂ. 449 છે, જેમાં રૂ. 50 નું ડિસ્કાઉન્ટ મળે છે. આ ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત પણ રૂ. 399 થઈ જાય છે. આ પ્લાનમાં 3300 GB ડેટા મળે છે.
આ નવી UPI સર્વિસ અને આકર્ષક પ્લાન્સ સાથે, BSNL તેના ગ્રાહકોને વધુ સુવિધા અને સારો અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.