નવી દિલ્હી: વન પ્લસ (OnePlus) ખૂબ જલદી OnePlus 7 સીરીઝને ભારતીય બજારમાં લોન્ચ કરવા જઇ રહી છે. કંપની 14 મેના રોજ OnePlus 7 અને OnePlus 7 Pro લોન્ચ કરશે. OnePlus 7 Pro ના સ્પેસિફિકેશન્સ પહેલાં જ લીક થઇ ચૂકી છે. આ સ્માર્ટફોન Pixel 3a XL, Samsung Galaxy S10e અને iPhone XR કેટેગરીમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ફોનનું સૌથી શાનદાર ફીચર તેની HDR 10+ ડિસ્પ્લે છે. સ્ક્રીનનું રિઝોલ્યૂશન ખૂબ સરસ છે જે સ્ટ્રીમિંગ વીડિયો, Netflix અને Amazon Prime Video જોતી વખતે શાનદાર અનુભવ કરાવશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 મેથી શરૂ થશે Flipkart નો સમર સેલ, સૌથી સસ્તા સ્માર્ટફોન ખરીદવાની શાનદાર તક


કેમેરા
આ સ્માર્ટફોનમાં ત્રણ રિયર કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વન પ્લસનો પ્રથમ સ્માર્ટફોન છે જેમાં ત્રણ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવા સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા એક નવો ટ્રેંડ બની ગયો છે. ફ્રંટ કેમેરાની વાત કરીએ તો, નોચ ફ્રી પોપ-અપ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ ફીચર પણ નવા સ્માર્ટફોનમાં કોમન થવા લાગ્યા છે. 


આ સ્માર્ટફોનમાં UFS 3.0 સ્ટોરેજ આપવામાં આવી છે, જેનાથી ડેટા ટ્રાંસફર ઝડપથી થાય છે. તેનાથી ફોનનું પરફોર્મન્સ સારું હોય છે. OnePlus ના યૂજર્સની ફરિયાદ હતી કે વાઇબ્રેશન ખૂબ નબળુ છે. આ સ્માર્ટફોનમાં 200 ટકા વધુ મજબૂત વાઇબ્રેટર મોટર લગાવવામાં આવી છે. ફોનમાં સ્ટીરિયો સ્પીકર્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.