Pahalgam Attack: આ એક એપ્લિકેશનના કારણે પહલગામ આતંકીઓ પ્રવાસીઓ સુધી પહોંચવામાં સફળ થયા!

Pahalgam Attack 2025: જાણો, પહલગામ હુમલામાં કઇ એપ દ્વારા આતંકવાદીઓને મદદ મળી અને કઈ એપ દ્વારા આતંકીઓ ઘટના સ્થળે પહોંચ્યા? આ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

Pahalgam Attack: આ એક એપ્લિકેશનના કારણે પહલગામ આતંકીઓ પ્રવાસીઓ સુધી પહોંચવામાં સફળ થયા!

Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાએ દેશભરના લોકોને ચોંકાવી દીધા છે. આ ઘટના બાદ દેશવાસીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હુમલાના વિરોધમાં વિવિધ સ્થળોએ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી રહી છે. આ ઘટનાના વિરોધમાં દેખાવો પણ થઈ રહ્યા છે. આ દરમિયાન એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે.

Add Zee News as a Preferred Source

Alpine Quest App ને કરવામાં આવી હતી કસ્ટમાઈઝ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પહલગામની બેસરન ઘાટીમાં પહોંચવા માટે આતંકવાદીઓ દ્વારા એક મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મોબાઈલ એપ પાકિસ્તાન આર્મીના સહયોગથી કસ્ટમાઈઝ કરવામાં આવી હતી. આ ઉપરાંત આતંકીઓને આ એપનો ઉપયોગ કરવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.

Alpine Quest App દ્વારા આતંકવાદી ઘટના સ્થળ સુધી પહોંચ્યા!
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુરક્ષા એજન્સીઓ દ્વારા જે એપનો ખુલાસો કરવામાં આવ્યો છે તેનું નામ અલ્પાઈન ક્વેસ્ટ એપ (Alpine Quest App) છે. કહેવામાં આવી રહ્યું છે કે Alpine Quest App ની મદદથી આતંકીઓ પહલગામના ગાઢ જંગલોમાં છુપાઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પછી આતંકવાદીઓએ પ્રવાસીઓને મારી નાખ્યા. અહેવાલો અનુસાર અગાઉ આ એપનો ઉપયોગ જમ્મુના જંગલોમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે પણ થતો હતો.

શું છે આલ્પાઇન ક્વેસ્ટ એપ્લિકેશન?  (Alpine Quest App)
હકીકતમાં અહેવાલો અનુસાર આલ્પાઇન ક્વેસ્ટ એપ્લિકેશન ઑફલાઇન અને ઑનલાઇન બંને મોડમાં કામ કરે છે. આ App દ્વારા કોઈપણ વ્યક્તિ રૂટ બનાવી શકે છે. સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ હોય કે ન હોય તો પણ આ App કામ કરે છે. આ એપનો ઉપયોગ જંગલ, નદી કે પહાડી માર્ગ પરથી પસાર થવા માટે થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news