સૌથી મોટા ખતરામાં છે Android સ્માર્ટફોન યુઝરનો પર્સનલ ડેટા! સરકારે જાહેર કરી હાઈ-રિસ્ક વોર્નિંગ
સરકાર દ્વારા એન્ડ્રોઈડ Smartphone યુઝર્સ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સનો ડેટા ચોરી થઈ શકે છે. તમે તમારા ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખી શકો તે જાણો અહીં.
Trending Photos
)
Android Smartphone Users Alert: જો તમે જૂના વર્ઝન પર કામ કરતા એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરી રહ્યાં છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. તમારી સિસ્ટમને તાત્કાલિક અપડેટ કરવાનો સમય આવી ગયો છે. કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે હાઈ રિસ્ક વોર્નિંગની ચેતવણી જાહેર કરી છે.
એન્ડ્રોઇડ યુઝર્સને એલર્ટ કરવામાં આવ્યા છે કે જૂના એન્ડ્રોઇડ OSમાં ઘણી સુરક્ષા ખામીઓ જોવા મળી છે. જેનો ફાયદો ઉઠાવીને હેકર્સ તમારો ડેટા ચોરી શકે છે. તમે તમારા ડિવાઈસને પણ નિયંત્રિત કરી શકો છો. આ કારણે તમારી નાણાકીય માહિતી પણ ચોરાઈ શકે છે.
CERT-In ને એન્ડ્રોઇડ 13, 14 અને 15 પહેલાની Android ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણી ખામીઓ જોવા મળી છે. જેનો અર્થ એ છે કે જૂના એન્ડ્રોઇડ વર્ઝનનો ઉપયોગ કરતા યૂઝર્સનો ડેટા સુરક્ષિત નથી. આ અંગેની માહિતી CERT-Inની અધિકૃત વેબસાઇટ પર Vulnerability Note CIVN-2025-0077માં આપવામાં આવી છે. જે મુજબ, ખામીઓને કારણે હેકર્સ ફોનમાં હાજર પર્સનલ ડેટાની ચોરી કરી શકે છે. એટલું જ નહીં તેના કારણે એન્ડ્રોઇડ સિસ્ટમ પણ યોગ્ય રીતે કામ કરતી નથી.
આ ખામીઓ Android ઇકોસિસ્ટમના વિવિધ કંપોનેટ્સ સાથે જોડાયેલી છે. આમાં સિસ્ટમ ફ્રેમવર્ક, Google Play સિસ્ટમ અપડેટ્સની સાથે ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય ભાગ કર્નેલનો પણ સમાવેશ થાય છે. મીડિયાટેક, ક્વોલકોમ, આર્મ અને ઇમેજિનેશન ટેક્નોલોજીસ જેવા મુખ્ય હાર્ડવેર પ્રોવાઈડર્સના કેટલાક થર્ડ પાર્ટી કંપોનેંટ્સમાં પણ ખામીઓ જોવા મળી છે. આ ખામીઓનો લાભ લઈને સાયબર ગુનેગારો સરળતાથી ફોન સુધી ઉચ્ચ સ્તરીય ઍક્સેસ મેળવી શકે છે અને પાસવર્ડ અથવા નાણાકીય વિગતોની ચોરી કરી શકે છે.
કેવી રીતે રહેવું સુરક્ષિત
આ ખતરાને ટાળવા માટે તમારા ફોનને એન્ડ્રોઇડ વર્ઝન 13, 14 કે 15 પર અપડેટ કરો. આ સિવાય સમયાંતરે સિસ્ટમ અપડેટ્સ ચેક કરીને સિસ્ટમ અપડેટ કરતા રહો. અજાણ્યા સ્ત્રોતોમાંથી કોઈપણ એપ ડાઉનલોડ કરવાનું ટાળો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે












