PUBG NEW STATE લોન્ચ પહેલા થઈ સુપરહિટ, અત્યાર સુધીમાં થયું 17 મિલિયનથી વધુ પ્રી-રજિસ્ટ્રેશન

BATTLEGROUND MOBILE INDIA ના ડેવલોપર ક્રાફ્ટન (KRAFTON) ની બીજી ગેમ PUBG NEW STATE પણ ખૂબ લોકપ્રિય થઈ રહી છે. PUBG ન્યુ સ્ટેટનું પ્રી-રજિસ્ટ્રેશન તેના ટ્રેલર રિલીઝ કર્યા બાદ ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું.

PUBG NEW STATE લોન્ચ પહેલા થઈ સુપરહિટ, અત્યાર સુધીમાં થયું 17 મિલિયનથી વધુ પ્રી-રજિસ્ટ્રેશન

નવી દિલ્હીઃ BATTLEGROUND MOBILE INDIA ના ડેવલોપર ક્રાફ્ટન (KRAFTON) ની બીજી ગેમ PUBG NEW STATE પણ ખૂબ લોકપ્રિય થઈ રહી છે. PUBG ન્યુ સ્ટેટનું પ્રી-રજિસ્ટ્રેશન તેના ટ્રેલર રિલીઝ કર્યા બાદ ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. ગયા અઠવાડિયે ડેલવોપરે અમેરિકામાં તેનું આલ્ફા પરીક્ષણ કર્યું હતું. હવે તેમણે ઘોષણા કરી છે કે PUBG ન્યુ સ્ટેટ પોતાનું આલ્ફા ટેસ્ટિંગ એક અઠવાડિયામાં બંધ કરશે.

PUBG ન્યુ સ્ટેટની આલ્ફા ટેસ્ટિંગ 11 જૂનથી શરૂ કરવામાં આવી છે. આ પ્રોસેસને હવે એક સપ્તાહની અંદર બંધ કરવામાં આવશે. ત્યારબાદ ગેમને લોન્ચ ડેટને લઈ સ્પષ્ટતા થઈ શકે. PUBG ન્યુ સ્ટેટ અખવા PUBG 2.0ને વર્ષ 2015માં સેટ કરવામાં આવી હતી. આલ્ફા ટેસ્ટિંગને માત્ર અમેરિકામાં ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. તેને એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. KRAFTONએ કહ્યું કે આ ટેસ્ટિંગને બીજા રીજનમાં ઝડપથી જાહેર કરશે. આથી બીજા રીજનના યુઝર્સનો પણ ફીડબેક લેવામાં આવશે.

IOS એપ સપોર્ટને અંગે આગામી સમયમાં કહેવામાં આવશે. ડેવલોપરે ઘોષણા કરી છે કે PUBG ન્યુ સ્ટેટનું પ્રી-રજિસ્ટ્રેશન 17 મિલિયનને પાર કરી ચૂકી છે. પ્લેયર્સ હવે તેને પ્રી-રજિસ્ટર કરાવી શકશે. પ્રી-રજિસ્ટર્ડ યુઝર્સને અર્લી એક્સેસ મળશે. PUBG ન્યુ સ્ટેટનું પ્રી-રજિસ્ટ્રેશન ફેબ્રુઆરી, 2021માં શરૂ થઈ ચુક્યું છે. આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર પર 17 મિલિયનથી વધુ લોકો પ્રી-રજિસ્ટર કરી ચુક્યા છે. જો કે આ ગેમની રિલીઝ ડેટને લઈ હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કંપનીએ 8*8નો મેપ TROIને પણ ટીઝ કર્યો છે. જેમાં મલ્ટીપલ લોકેશન જેવા કે પોલીસ સ્ટેશન, ટ્રેમ ફેક્ટરી, સિટી હોલ, એક્ઝિબીશન હોલ, મોલ આપવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે કંપની આગામી સમયમાં ટાઈમ અને વધુ મેપ્સ વિશે જણાવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news