Reliance Jio નો 1004 રૂપિયાવાળો ધમાકેદાર પ્લાન, મળશે 200GB ડેટા, હોટસ્ટારની ફ્રી ઓફર

Reliance Jio ના 1004 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 120 દિવસ છે. એટલે કે ગ્રાહક 30 દિવસની એક સાઇકલમાં 50જીબી ડેટા ઉપયોગ કરી શકે છે.
 

Reliance Jio નો 1004 રૂપિયાવાળો ધમાકેદાર પ્લાન, મળશે 200GB ડેટા, હોટસ્ટારની ફ્રી ઓફર

નવી દિલ્હીઃ Reliance Jio ની પાસે ઘણા એવા રિચાર્જ પ્લાન છે જેમાં ફ્રી સબ્સક્રિપ્શન ઓફર કરવામાં આવે છે. જીયોની પાસે એક કેટેગરી છે ડિઝ્ની+હોટસ્ટાર પ્લાનની, તેમાં કંપની કુલ ચાર પ્લાન ઓફર કરે છે. 1208 રૂપિયા, 1206 રૂપિયા, 1004 રૂપિયા અને 612 રૂપિયાવાળા પ્લાનમાં કંપની ડિઝ્ની+હોટસ્ટાર વીઆઈપીનું વાર્ષિક સબ્સક્રિપ્શન આપે છે. આજે અમે તમને જીયોના 1004 રૂપિયા વાળા ડિઝ્ની+હોટસ્ટાર રિચાર્જ પ્લાન વિશે માહિતી આપીશું. 

1004 રૂપિયાવાળો જીયો રિચાર્જ પ્લાન
જીયોના 1004 રૂપિયાવાળા પેકની વેલિડિટી 120 દિવસ છે. એટલે કે 30 દિવસની ચાર સાઇકલ માટે આ પ્લાન વેલિડ રહે છે. આ પેકમાં ગ્રાહકોને કુલ  200GB ડેટા ઓફર કરવામાં આવે છે. એક સાઇકલમાં વધુમાં વધુ 50 જીબી ડેટા ખર્ચ કરી શકાય છે. આ ડેટા બાદ ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. 

ધ્યાન આપવા જેવી વાત છે કે આ રિલાયન્સ જીયોનો ડિઝ્ની+હોટસ્ટાર પ્લાન છે એટલે કે ગ્રાહકોને 399 રૂપિયાની વાર્ષિક કિંમત પર ડિઝ્ની+હોટસ્ટાર સબ્સક્રિપ્શન ફ્રી મળશે. આ સિવાય જીયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ આ રિચાર્જ પ્લાનમાં ફ્રી મળે છે. 

જીયોના આ પ્લાનમાં કોઈપ્રકારના વોઇસ કોલની ઓફર કરવામાં આવતી નથી. ન ગ્રાહક આ રિચાર્જ પર એસએમએસનો ફાયદો લઈ શકે છે. 

પરંતુ જો તમે આ કિંમતમાં ડિઝ્ની+હોટસ્ટાર મેમ્બરશિપના સ્થાને વોઇસ કોલ અને એસએમેસની સુવિધા ઈચ્છો છો તો કંપનીના 999 રૂપિયાવાળા પ્લાનનો ફાયદો લઈ શકો છો. જીયોના 999 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 84 દિવસ છે. આ પેકમાં દરરોજ 3 જીબી ડેટાની સાથે કુલ 252 જીબી ડેટા મળે છે. ગ્રાહકને દરરોજ મળનાર ડેટા પૂરો થયા બાદ  64Kbps સ્પીડની સાથે ઇન્ટરનેટ ચલાવી શકે છે. આ પેકમાં અનલિમિટેડ વોઇસ કોલ અને એસએમેસની ઓફર મળે છે. જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news