Jio ના 46 કરોડ યુઝર્સની ચિંતા દૂર, કંપનીઓ લોન્ચ કર્યો ધાંસૂ પ્લાન, ઓછી કિંમતમાં મળશે 90 દિવસની વેલિડિટી

રિલાયન્સ જિયો પાસે  રિચાર્જ પ્લાનની ભરમાર છે. Jio પાસે વિવિધ કેટેગરીમાં ઘણા પ્લાન છે. Jioના પોર્ટફોલિયોમાં એક પ્રીપેડ પ્લાન છે જેણે એરટેલ, VI અને BSNLનું ટેન્શન વધારી દીધું છે.
 

 Jio ના 46 કરોડ યુઝર્સની ચિંતા દૂર, કંપનીઓ લોન્ચ કર્યો ધાંસૂ પ્લાન, ઓછી કિંમતમાં મળશે 90 દિવસની વેલિડિટી

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો દેશની નંબર એક ટેલિકોમ કંપની છે. દેશભરમાં આશરે 46 કરોડ યુઝર્સ જિયો પાસે છે. જિયો હંમેશા પોતાના સસ્તા પ્લાન માટે જાણીતું છે. કંપની આજે પણ પોતાના ગ્રાહકોને શાનદાર પ્લાન ઓફર કરે છે. ગ્રાહકોની સુવિધા માટે કંપની સમય-સમય પર નવા-નવા પ્લાન્સ લાવતી રહે છે. જિયોની પાસે ઈન્ડસ્ટ્રીનો સૌથી મોટો રિચાર્જ પોર્ટફોલિયો છે, જેમાં સસ્તા અને મોંઘા બંને પ્રકારના પ્લાન ઉપલબ્ધ છે.

જિયોએ ગ્રાહકોની સુવિધા માટે પોતાના પ્લાન્સને ઘણી કેટેગરીમાં ડિવાઇડ કરી રાખ્યા છે. આજે જિયોની પાસે યુઝર્સ માટે પોપુલર પ્લાન્સ, 5જી અનલમિટેડ પ્લાન, એન્ટરટેઈનમેન્ટ પ્લાન, એનુઅલ પ્લાન, જિયો ફોન પ્લાન, જિયો ફોન પ્રાઇમ પ્લાન સહિત અન્ય પ્લાન છે.

Add Zee News as a Preferred Source

જો તમે પણ જિયો સિમનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. અમે જિયોના એક એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ જેમાં 90 દિવસની વેલિડિટી મળે છે આ સાથે પ્લાનમાં બીજા લાભ પણ મળે છે, જે અન્ય કંપનીઓ આપતી નથી. 

Jio નો સસ્તો પ્લાન
જિયોના અમે જે પ્લાનની વાત કરી રહ્યાં છીએ તે માત્ર 899 રૂપિયામાં આવે છે. તેમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં 90 દિવસ સુધી દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. સાથે દરરોજ 100 એસએમએસનો પણ લાભ મળશે. 

આ પ્લાનના ડેટા બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં 90 દિવસ માટે કુલ 180જીબી ડેટા મળે છે. તમે દરરોજ  2GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. કંપની પ્લાનમાં 20 જીબી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે. એટલે કે તમને વેલિડિટી દરમિયાન કુલ 200 જીબી ડેટાનો લાભ મળશે. આ પ્લાન તે યુઝર્સ માટે સૌથી સારો છે જે લાંબી વેલિડિટી શોધી રહ્યાં છે. 

કંપની ગ્રાહકોને આપી રહી છે એક્સ્ટ્રા બેનિફિટ્સ
જિયોના આ પ્લાનમાં કેટલીક એડિશનલ બેનિફિટ્સ મળી રહ્યાં છે. પ્લાનમાં તમને 90 દિવસ માટે જિયો હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. જેમાં તમે આઈપીએલ મેચ, ફિલ્મ, વેબ સિરીઝ સહિત અન્ય વસ્તુ સ્ટ્રીમ કરી શકો છો. આ સાથે તમને જિયો ટીવી અને જિયો ક્લાઉડનું એક્સેસ મળશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news