Reliance Jio અંડર ગ્રેજ્યુએટ માટે લાવ્યું ખાસ પ્રોગ્રામ, આમ મળશે ફાયદો

લોન્ચિંગ બાદ ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવનાર રિલાયન્સ જીયો (Reliance Jio)એ હવે વિદ્યાર્થીઓ માટે વિશેષ રજૂઆત કરી છે. મુકેશ અંબાણીની કંપનીએ હવે ડિજિટલ ચેમ્પિયન્સ નામથી નવો પ્રોગ્રામ શરૂ કર્યો છે. 

 

Reliance Jio અંડર ગ્રેજ્યુએટ માટે લાવ્યું ખાસ પ્રોગ્રામ, આમ મળશે ફાયદો

નવી દિલ્હીઃ લોન્ચિંગ બાદ ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવનાર રિલાયન્સ જીયો (Reliance Jio)એ હવે વિદ્યાર્થીઓ માટે વિશેષ રજૂઆત કરી છે. મુકેશ અંબાણીની કંપનીએ હવે ડિજિટલ ચેમ્પિયન્સ નામથી નવો પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ વિદ્યાર્થીઓ માટે 5 સપ્તાહનો વિશેષ પ્રશિક્ષણ પ્રોગ્રામ છે. તેનો હેતુ આજના યુવાનોને આજના યુગમાં ટેકનિકલ રૂપે મજબૂત કરવો અને ટેક્નોલોજીનું જ્ઞાન આપવાનો છે. આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ ડિજિટલ ટેક્નોલોજી વિશે જાણકારીની સાથે તે પણ શિખશે તે નાના અને મોટી બિઝનેસ ટેકનિટ આવાનાર સમયમાં કેમ મદદ કરશે. 

સમસ્યાઓના ઉકેલ વિશે જણાવવામાં આવશે
વિદ્યાર્થીઓને એક ટૂલ કિટના માધ્યમથી નવી પેઢીની સમસ્યાઓ ઉકેલવા વિશે જણાવવામાં આવશે. તેના માધ્મયથી છાત્રો ખરાબમાં ખરાબ સ્થિતિમાંથી બહાર નિકળવાનો ગુણ શીખશે. રિલાયન્સ જીયોના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું કે, આ કાર્યક્રમમાં દેશના હજારો અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને મોકો આપવામાં આવી રહ્યો છે. તેના માધ્યમથી જીયો એક ટેલેન્ટ પૂલ બનાવશે. તેમાં શીખવાડવામાં આવેલી ટેકનિટ આવનારા સમયમાં ડિજિટલ ઈન્ડિયમાં મદદ કરશે. 

દેશભરમાં ચાર બેન્ચનું આયોજન કરવામાં આવશે
જીયોના ડિજિટલ ચેમ્પિયન્સ પ્રોગ્રામની દેશભરમાં ચાર બેન્ચ આયોજીત કરવામાં આવશે. તેની પ્રથમ બેન્ચ આ મહિને 21 મેથી શરૂ થશે. પાંચ સપ્તાહની ઈન્ટર્નશિપ માટે દેશભરના 800 શહેરો અને ગામોના યુવાનોની પસંદગી કરવામાં આવશે. જો તમે પણ જીયોની તરફથી શરૂ થતા આ પ્રોગ્રામમાં ભાગ લેવા ઈચ્છો તો અહીં ક્લિક કરો (https://careers.jio.com/Champions.aspx) करें.

યોગ્યતા
જો તમે ચાર વર્ષિય અંડર ગ્રેજ્યુએટ કોર્ષ કરી રહ્યાં છો તો તમે પ્રથમ અને બીજુ વર્ષ પુરૂ કરી લીધું છે. તે સિવાય તમે ત્રણ વર્ષિય અંડર ગ્રેજ્યુએટ કોર્ષ કરી રહ્યાં છો તો તમે પ્રથમ વર્ષ પુરૂ કર્યું હોય. ઈચ્છુક વિદ્યાર્થીઓની પસંદગી ઓનલાઇન અસેસ્મેન્ટ ટેસ્ટના આધારે કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news