જાણકારોનું અનુમાન, Jioના નવા પ્લાનથી ફરી શરૂ થઈ શકે છે ટેરિફ વોર

રિલાયન્સ જીયો (Reliance Jio)ના 199 રૂપિયાના નવા પોસ્ટપેડ પ્લાનથી પ્રતિસ્પર્ધી કંપનીઓના રેવન્યૂ પર અસર પડવાની સંભાવના છે. બજાર જાણકારોએ તે અનુમાન વ્યક્ત કરતા કહ્યું કે, તેનાથી ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં ટેરિફ વોર શરૂ થઈ શકે છે.   

Dhaval Gokani Dhaval Gokani | Updated: May 12, 2018, 05:07 PM IST
જાણકારોનું અનુમાન, Jioના નવા પ્લાનથી ફરી શરૂ થઈ શકે છે ટેરિફ વોર

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio)ના 199 રૂપિયાના નવા પોસ્ટપેડ પ્લાનથી પ્રતિસ્પર્ધી કંપનીઓના રેવન્યૂ પર અસર પડવાની સંભાવના છે. બજાર જાણકારોએ તે અનુમાન વ્યક્ત કરતા કહ્યું કે, તેનાથી ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં ટેરિફ વોર શરૂ થઈ શકે છે. જેપી મોર્ગને પોતાના રિપોર્ટમાં કહ્યું, આ પગલાથી પોસ્ટપેઈડ ક્ષેત્રમાં ભાવ ઘટાડોના એક નવો દોર જોવા મળી શકે છે, જેનાથી અન્ય કંપનીઓને નુકસાન થશે. જીયોનો પોસ્ટપેઇડ પ્લાન અન્ય કંપનીઓના પોસ્ટપેડ દરોથી ઓછો છે. 

જીયોના કોલ રેટમાં ખૂબ પ્રતિસ્પર્ધા
ગોલ્ડમેન સૈક્સે કહ્યું, જીયોની આંતરરાષ્ટ્રીય કોલના દરોમાં ખૂબ સ્પર્ધા છે અને તેના કારણે અમે પ્રતિસ્પર્ધી કંપનીઓ પર દર ઓછો કરવાનો દબાવ જોઈ શકીએ છીએ. પરંતુ આવી સ્થિતિમાં જ્યારે 10-15 ટકા પોસ્ટપેડ આવક આંતરરાષ્ટ્રીય કોલથી પ્રાપ્ત થાય છે અને જો તેમાં 50 ટકાનો ઘટાડો થાય તો પ્રતિસ્પર્ધી કંપનીઓની આવકમાં 2 ટકાથી ઓછો ઘટાડો આવશે. 

આવકમાં 20 ટકાની ભાગીદારી
સીએલએસએના વિશ્લેષક દીપ્તિ ચતુર્વેદી અને અક્ષત અગ્રવાલે કહ્યું કે, દૂરસંચાર ઉદ્યોગના ઉપભોક્તાઓમાં 5 ટકા પોસ્ટપેડવાળા છે, પર મોબાઇલ આવકમાં તેની ભાગીદારી આશરે 20 ટકા છે. મોર્ગન સ્ટાનલી અનુસાર જીયોનો નવો પ્લાન એરટેલના મોબાઇલ આવક પર એક ટકાની અસર પાડી શકે છે. 

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જીઓએ ગુરૂવારે નવા પોસ્ટપેડ પ્લાનની જાહેરાત કરી હતી જે 199 રૂપિયાના પ્રતિ મહિનાના દરથી શરૂ છે. આ હેઠળ જીયો 50 પૈસા પ્રતિ મિનિટના દરથી આંતરરાષ્ટ્રીય કોલની રજૂઆત કરી રહી છે. આ પ્લાન 15 મેથી ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. જીયોના પોસ્ટપેડ પ્લાનમાં 25 જીબી ડેટા મળશે. તેમાં ઈન્ટરનેશનલ રોમિંગમાં 2 રૂપિયા પ્રતિ મિનિટનો ચાર્જ ચુકવવાનો રહેશે. તેમાં દરરોજ ડેટાનો ઉપયોગ કરવાની કોઈ લિમિટ રહેશે નહીં.