)
ભારતીય બજારમાં મલ્ટી-પર્પસ વ્હીકલ્સની માંગ સતત વધી હી ચે. ખાસ કરી બજેટ સેગમેન્ટમાં જ્યાં લોકો 7 સીટર કારને પ્રાથમિકતા આપે છે. આ કેટેગરીમાં રેનો ટ્રાઇબર એક એવું નામ છે, જેણે લોન્ચ બાદ પોતાની મજબૂત જગ્યા બનાવી છે. હવે જીએસટી 2.0 લાગૂ થયા બાદ કંપનીએ તેના ભાવમાં ઘટાડો કર્યો છે, જેનાથી આ એમપીવી પહેલાથી વધુ આકર્ષક થઈ ગઈ છે. હવે તેની કિંમત ₹5.76 લાખથી શરૂ થાય છે.
વેરિએન્ટ પ્રમાણે કિંમતોમાં ફેરફાર
રેનોએ ટ્રાઇબરના બધા વેરિએન્ટ્સની કિંમતોમાં ફેરફાર કર્યો છે. સૌથી મોટું ડિસ્કાઉન્ટ ટોપ-એન્ડ Emotion AMT Dual Tone વેરિએન્ટ પર આપવામાં આવ્યું છે. જ્યાં કિંમત આશરે 80195 રૂપિયા સુધી ઘટી ગઈ છે. તેના કારણે આ મોડલ તે ગ્રાહકો માટે બેસ્ટ ડીલ બની ગયું છે, જે ફીચર્સથી ભરપૂર પરંતુ બજેટ-ફ્રેન્ડલી ફેમેલી કાર ઈચ્છે છે.
| વેરિએન્ટ | જૂની કિંમત | નવી કિંમત | અંતર |
| Authentic | 6,29,995 | 5,76,300 | 53,695 |
| Evolution | 7,24,995 | 6,63,200 | 61,795 |
| Techno | 7,99,995 | 7,31,800 | 68,195 |
| Emotion | 8,64,995 | 7,91,200 | 73,795 |
| Emotion AMT | 9,16,995 | 8,38,800 | 78,195 |
| Emotion MT DT | 8,87,995 | 8,12,300 | 75,695 |
| Emotion AMT DT | 9,39,995 | 8,59,800 | 80,195 |
જુલાઈ 2025 ફેસલિફ્ટની સાથે નવો અંદાજ
23 જુલાઈ 2025ના ટ્રાઇબરનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ થયું હતું, જેમાં ઘણા પ્રીમિયમ અપડેટ્સ સામેલ કરવામાં આવ્યા. એક્સટીરિયર અપગ્રેટ્સમાં નવા સ્મોક્ડ ટેલ લેમ્પ, ડાયમંડ-શેપ રેનો લોગો અને ત્રણ કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. ઈન્ટીરિયર ફીચર્સમાં અપડેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એમ્બિએન્ટ લાઇટ્સ, 8 ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ટ્રાફિક સાઇન રિકગ્નિશન કેમેરા અને 6 એરબેગને સામેલ કરવામાં આવી છે. આ સિવાય ઓટો ક્લાઇમેટ કંટ્રોલ જેવી સુવિધાઓ પણ કારને પ્રેક્ટિકલ અને પ્રીમિયમ બનાવે છે.
એન્જિન અને પરફોર્મંસ
આ કારમાં 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે જે 71 bhp અને 96 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ અને MT ગિયરબોક્સ બંને વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. આ એન્જિન શહેર અને હાઇવે બંને ડ્રાઇવિંગ માટે પર્યાપ્ત પ્રદર્શન પૂરું પાડે છે.
GST 2.0 બાદ કિંમતમાં થયેલા ઘાડાએ રેનો ટ્રાઇબરને વધુ વેલ્યુ-ફોર-મની બનાવી દીધી છે. જે લોકોને સેફ્ટી, સ્ટાઇલિશ અને બજેટ-ફ્રેન્ડલી ફેમેલી કાર જોઈએ તેના માટે આ યોગ્ય સમય છે. રેનો ટ્રાઇબર ન માત્ર સૌથી સસ્તી 7 સીટર છે, પરંતુ હવે તેમાં સેફ્ટી અને ટેક્નોલોજી બંનેનો શાનદાર કોમ્બો છે.