Samsung એ લોન્ચ કર્યો દમદાર 5G ફોન, 8GB રેમની સાથે મળશે સુપર એમોલેડ ડિસ્પ્લે, જાણો ફીચર્સ અને કિંમત
Samsung Galaxy A26 5G: Samsung એ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Galaxy A26 5G લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન એક મોટી 6.7 ઇંચની FHD+ સુપર AMOLED ડિસ્પ્લેની સાથે આવે છે.
Trending Photos
Samsung Galaxy A26 5G: Samsung એ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Galaxy A26 5G લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન 6.7 ઇંચની FHD+ સુપર AMOLED ડિસ્પ્લે સાથે આવે છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 1000 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ આપવામાં આવી છે. ડિસ્પ્લેમાં Infinity-U નોચ છે જે તેને એક મોડર્ન લુક આપે છે. આ સિવાય તેમાં 8જીબી રેમ આપવામાં આવી છે.
Samsung Galaxy A26 5G Specifications
તમને જણાવી દઈએ કે આ સ્માર્ટફોનમાં Exynos 1380 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 8GB રેમ અને 128GB/256GB સ્ટોરેજ વિકલ્પ સાથે આવે છે. આ ફોન One UI 7.0 પર આધારિત Android 15 પર ચાલે છે અને 6 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ તથા 6 OS વર્ઝન અપડેટ્સ મળવાની ગેરંટી છે. આ ફોન IP67 રેટિંગ સાથે આવે છે, જેનો મતલબ છે કે આ ડિવાઇસ પાણી તથા ધૂળથી સુરક્ષિત છે, જે આ સિરીઝમાં પ્રથમવાર જોવા મળ્યું છે.
કેમેરા સેટઅપ
હવે આ સ્માર્ટફોનના કેમેરા સેટઅપની વાત કરીએ તો તેમાં OIS સપોર્ટ સાથે 50MP પ્રાઈમરી કેમેરા છે. આ સાથે, તેમાં 8MP અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 2MP મેક્રો કેમેરા છે. તે જ સમયે, ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 13MP ફ્રન્ટ કેમેરા છે. પાવર માટે, ફોનમાં 5000mAhની પાવરફુલ બેટરી છે. આ બેટરી 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
ડિઝાઇન અને કનેક્ટિવિટીના મામલામાં Samsung Galaxy A26 5G માં સાઇટ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં USB Type-C પોર્ટ, સ્ટીરિયો સ્પીકર્સ, 5G કનેક્ટિવિટી, Wi-Fi 802.11ac, Bluetooth 5.3, અને NFC સપોર્ટ મળે છે. તેનું વજન 200 ગ્રામ અને જાડાઈ 7.7mm છે.
કેટલી છે કિંમત
ફોનની કિંમતની વાત કરીએ તો કંપનીએ Samsung Galaxy A26 5G ના 8+128GB વેરિએન્ટની કિંમત 24999 રૂપિયા અને 8+256GB મોડલની કિંમત 27999 રૂપિયા રાખી છે. તેને કંપનીએ Awesome Black, Awesome Mint, Awesome White અને Awesome Peach જેવા ચાર કલરમાં ઉતાર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે