Samsung એ ફોલ્ડેબલ ફોનની કિંમતનો કર્યો ખુલાસો, આજથી પ્રી બુકિંગ શરૂ

ભારતમાં ફોલ્ડેબલ ફોન હઅવે ભારતમાં હકિકત બનવા જઇ રહ્યો છે. સ્માર્ટફોનની દુનિયામાં સેમસંગની દુનિયામાં સેમસંગની નવી Samsung Galaxy Z Fold 2 નો સ્માર્ટફોન આજથી ભારતમાં પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ થઇ ગયો છે.

Samsung એ ફોલ્ડેબલ ફોનની કિંમતનો કર્યો ખુલાસો, આજથી પ્રી બુકિંગ શરૂ

નવી દિલ્હી: ભારતમાં ફોલ્ડેબલ ફોન હઅવે ભારતમાં હકિકત બનવા જઇ રહ્યો છે. સ્માર્ટફોનની દુનિયામાં સેમસંગની દુનિયામાં સેમસંગની નવી Samsung Galaxy Z Fold 2 નો સ્માર્ટફોન આજથી ભારતમાં પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ થઇ ગયો છે. તમને જણાવી દઇએ કે પ્રી-બુકિંગ પહેલાં કંપનીએ તેની કિંમતનો ખુલાસો કરી દીધો છે. સેમસંગ અનુસાર ગેલેક્સી ઝેડ ફોલ્ડ 2ની કિંમત પણ ભારતમાં 1,49,999 છે. ફોનનના પ્રી-ઓર્ડર 14 સપ્ટેમ્બરથી શરૂ થઇ ગયા છે. આ ફોન Samsung.com ઉપરાંત જાણીતા રિટેલ સ્ટોર્સ પરથી પ્રી બુક કરાવી શકો છો. 

પ્રી બુકિંગ સાથે કંપની ખાસ ઓફર પણ આપી રહી છે. સેમસંગ એક્સપીરિયન્સ સ્ટોર અને સેમસંગની વેબસાઇટ પરથી પ્રી-ઓર્ડરવાળા ગ્રાહકોને વ્યાજ વિના ઇએમઆઇનો વિકલ્પ મળશે. આ ઉપરાંત 4 મહિનાનું યૂટ્યૂબ પ્રીમિયમ સબ્સક્રિપ્શન મળશે. office 365 તેમના માટે 22 ટકા ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ હશે.  

સ્પેસિફિકેશનની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 2 ફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, સ્નૈપડ્રૈગન 865+ ચિપસેટ તથા 12 જીબી LPDDR5 રેમથી સજ્જ છે. આ ઉપરાંત ફોનમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ અને એક મોટી, ફ્લેક્સિબલ ડિસ્પેલે આપવામાં આવી છે જે અંદર તરફ વળે છે. આ અલ્ટ્રા થિન ગ્લાસ (UTG) પ્રોટેક્શન સાથે આવે છે. સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 2 એંડ્રોઇડ 10 પર આધારિત વનયૂઆઇ 2.5 પર કામ કરે છે અને તેમાં 7.6 ઇંચની ફૂલ-એચડી+(1,768x2,208 પિક્સલ)ફોલ્ડેબલ, ડાયનામિક એમોલેડ ઇન્ફિનિટી-ઓ ડિસ્પ્લે મળે છે, જે  120Hz રિફ્રેશ રેટ અને 22.5: 18 આસ્પેક્ટ રેશિયોની સાથે આવે છે. તેમાં 816x2,260 પિક્સલ રિઝોલ્યૂવેશન સાથે 6.2 ઇંચ સુપર ઇન્ફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે અને કવર પર 25: 9 આસ્પકેટ રેશિયો પણ મળે છે. 

સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 2ના કવર સ્ક્રીન અને મેન સ્ક્રીન બંનેમાં 10 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા સેન્સર મળે છે. જેનું અપર્ચર એફ/2.2 છે. તેમાં ઓટો સીન ઓપ્ટિમાઇજેશન, બિક્સબી વિઝન, ગ્રુપ સેક્ફી, એચડીઆર 10+વીડિયો, લાઇવ ફોકસ અને પેનોરામા સહિત પ્રી લોડેડ ફીચર્સ મળે છે. 

ગેલેકેસી ફોલ્ડમાં આવનાર ડિસ્પ્લે અને ધૂળ વગેરેની સમસ્યાને દુર કરવા માટે કંપનીએ દાવો કર્યો છે કે ગેલેક્સી ઝેડ ફોલ્ડ 2 પર હિંજને સુધારો કરવામાં આવ્યો છે, જોકે હવે એક ઠોસ ''સ્વીપર' સાથે છે, જે ધૂળ અને માટીના નાના કણોને દૂર કરવામાં મદદ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news