Samsung લોન્ચ કર્યો વધુ એક સસ્તો સ્માર્ટફોન, 13 MPનો છે સેલ્ફી કેમેરો

ટોંચની મોબાઇલ ઉત્પાદન કંપની સેમસંગ ઈન્ડિયાએ બુધવારે બજેટ સ્માર્ટફોન શ્રેણીનો ગેલેક્સી જે7 પ્રાઇમ 2  (Galaxy J7 Prime 2)ને 13,990 રૂપિયામાં લોન્ચ કર્યો. 

 Samsung લોન્ચ કર્યો વધુ એક સસ્તો સ્માર્ટફોન, 13 MPનો છે સેલ્ફી કેમેરો

નવી દિલ્હીઃ ટોંચની મોબાઇલ ઉત્પાદન કંપની સેમસંગ ઈન્ડિયાએ બુધવારે બજેટ સ્માર્ટફોન શ્રેણીનો ગેલેક્સી જે7 પ્રાઇમ 2 (Galaxy J7 Prime 2)ને 13,990 રૂપિયામાં લોન્ચ કર્યો. આ સ્માર્ટફોન મેક ફોર ઈન્ડિયાના ફીચર સાથે આવશે, જેનું નામ સેમસંગ મોલ છે, જ્યાં યૂઝર્સ કોઇપણ વસ્તુની તસ્વીર ખેંચીને તેને ઓનલાઈન સર્ચ કરીને ઈ-કોમર્સ વેબસાઇટો પરથી ખરીદી કરી શકે છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, આ ડિવાઇસમાં 5.5 ઇંચન ફૂલ એચડી સ્ક્રીન છે તથા તેની ડિઝાઈન હાથમાં પકડવામાં સરલતા રહે તે પ્રકારની કરવામાં આવી છે. 

સેમસંગના નવા ફોનમાં 1.6 ગીગાહર્ટઝનું એક્સીનોસ ઓક્ટા-કોર પ્રોસેસર, 3 જીબી રેમ અને 32 જીબી ઈન્ટરનલ મેમરી છે. ઈન્ટરનલ સ્ટોરેજને મેમરી કાર્ડના માધ્યમથી 256 જીબી સુધી વધારી શકાય છે. આ ડિવાઇસ ફૂલ મેટલ યૂનીવોડી ડિઝાઇનવાળી છે, જેમાં 2.5 ડી ગ્લાસ લગાવવામાં આવ્યો છે અને તેનું ફિંગરપ્રિન્ટ સેન્સર આગળની તરફ છે. ફોનના બંન્ને સેન્સરનું અપરચર F 1.9 છે. આ ડિવાઇસમાં સેમસંગ પે મિની ફિચર આપવામાં આવ્યું છે. તેને મિડિલ રેન્જ ગ્રાકહોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. 

કેમેરા
સેમસંગના નવા ફોનમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે અને તેટલાજ મેગાપિક્સલનો રિયર કેમેરો છે. ફોનમાં બંન્ને જ સેન્સરનો અપરચર F 1.9 છે. આ સ્માર્ટફોનની એક ખાસિયત સોશિયલ કેમેરો છે. તેમાં લાઇવ સ્ટીકર્સ, ફિલ્ટર અને ઇન્સટેન્ટ એડિટ તથા શેર જેવા ફીચર આપવામાં આવ્યા છે. 

ડિસ્પલે
Samsung Galaxy J7 Prime 2 માં 5.5 ઈંચની 1080x1920 પિક્સલ રિઝોલ્યુશનવાળી ફૂલ-એચડી ડિસ્પલે છે.  સ્માર્ટફોનમાં 1.6 ગીગાહર્ટઝનું ઓક્ટો કોર એન્સીનોસ 7 સીરીઝ પ્રોસેસર છે. 

રેમ અને રોમ
ફોનમાં 3 જીબીની રેમની સાથે 32 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જરૂર પડ્યા પર મેમરી કાર્ડથી 256 જીબી સુધી વધારી શકાય છે. સ્માર્ટફોનમાં 60 ફ્રેમ પ્રતિ સેકેન્ડના દરથી ફૂલ-એચડી વીડિયો પ્લે કરવાની ક્ષમતા છે. 

બેટરી અને કનેક્ટવિટી
Samsung Galaxy J7 Prime 2ની બેટરી 3300 mAhની છે. સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે વાઇ-ફાઇ 802.11 બી/જી/એન, જીપીએસ બ્લૂટૂથ 4.1, હેડફોન, 3જી અને 4જી ફીચર સામેલ છે. હેન્ડસેટમાં એક્સેલેરોમીટર અને પ્રોક્સમિટી સેન્સર આપવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news