સ્માર્ટફોન સાંભળી રહ્યો તમારી વાતો! ફટાફટ બંધ કરો આ સેટિંગ્સ, પ્રાઈવેસી માટે હોય શકે છે મોટો ખતરો
Smartphone Listening your Conversation: શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમે જે પણ વાત કરો છો, અચાનક તમારા ફોન પર તે જ વસ્તુની જાહેરાતો દેખાવા લાગે છે. ચાલો તમને જણાવીએ કે આવું કેમ થાય છે.
Trending Photos
Smartphone Spying: સ્માર્ટફોન આજના સમયમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતું ડિવાઈસ બની ગયું છે. તે દિવસના મોટા ભાગના સમય લોકો સાથે રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે પણ વાત કરો છો, અચાનક તમારા ફોન પર તે જ વસ્તુની જાહેરાતો દેખાવા લાગે છે. તમે સોશિયલ મીડિયા એપનો ઉપયોગ કરી રહ્યા હોવ કે અન્ય કોઈ એપનો ઉપયોગ કરી રહ્યા હોવ તમને એક જ પ્રોડક્ટના પ્રમોશન દેખાવા લાગે છે. આવું કેમ થાય છે ચાલો તમને તેના વિશે જણાવીએ.
આવું કેમ થાય છે?
આવું તમારા સ્માર્ટફોન દ્વારા તમારી વાતચીત સાંભળવાને કારણે થઈ શકે છે. તમારો ફોન ગુપ્ત રીતે તમારી વાતચીત સાંભળે છે અને પછી તેના આધારે તમને જાહેરાતો બતાવે છે. આ ખાસ કરીને એન્ડ્રોઇડ ડિવાઇસની સાથે વધારે થાય છે, જે દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતો સ્માર્ટફોન છે. આનું મુખ્ય કારણ ગુગલનું એક ખાસ ફિચર છે, જે તમારા ફોનને તમારી વાતચીત સાંભળવાની મંજૂરી આપે છે. આ તમારી પ્રાઈવેસી માટે ખતરો બની શકે છે. પરંતુ, જો તમે ઈચ્છો તો આ સેટિંગ બદલી શકો છો. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે.
એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં માઇક્રોફોનનો ઉપયોગ ગુગલ દ્વારા કરવામાં આવે છે અને આ ફિચર મોટાભાગના ડિવાઇસો પર ચાલુ હોય છે. આ જ કારણ છે કે તમારો ફોન તમારી વાતચીત સાંભળી શકે છે. પરંતુ સારા સમાચાર એ છે કે, યુઝર્સ તેમના સેટિંગ્સ બદલીને તેમની પ્રાઈવેસી વધારી શકે છે. ચાલો તમને જણાવીએ કે, આ ફિચર કેવી રીતે બંધ કરી શકાય છે.
આ ફિચર કેવી રીતે બંધ કરવું
1. સૌ પ્રથમ તમારા ફોનમાં સેટિંગ્સ વિકલ્પ પર જાઓ.
2. આ પછી Google ઓપ્શન પર ક્લિક કરો.
3. અહીં તમારે Manage your Google Account ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
4. આ પછી Data and privacy ઓપ્શન પર ક્લિક કરો.
5. પછી તમારે Web & App Activity ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
6. અહીં Include voice and audio activity ઓપ્શન શોધો અને તેની બાજુના બોક્સને અનચેક કરો.
7. આ પછી તમારો ફોન તમારી અંગત વાતચીત સાંભળી શકશે નહીં, તેથી તમારી પ્રાઈવેસી સુરક્ષિત રહેશે.
એપ્સ ઇન્સ્ટોલ કરતી વખતે સાવચેત રહો
ઘણા લોકો વિચાર્યા વગર એપ્સ ઇન્સ્ટોલ કરતા સમયે ઘણા પ્રકારની પરમિશન આપી દે છે. ડેવલપર્સ આ માહિતીનો દુરુપયોગ કરી શકે છે, તેથી તમારા સંપર્કો, માઇક્રોફોન, લોકેશન અને કેમેરાનું ઍક્સેસ આપતી વખતે સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે. હંમેશા ચેક કરો કે એપને ખરેખર તે પરવાનગીની જરૂર છે કે નહીં, પછી જ એપને પરવાનગી આપો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે