)
ઓટોમોબાઇલ બજારમાં 2026ને લઈને હલચલ જોવા મળી રહી છે. આ સાથે કંપનીઓ જૂના મોડલ્સનો સ્ટોક ક્લિયર કરવામાં લાગી છે. તેનો સીધો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો ચે, કારણ કે આ ગાડીઓ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. મોટી વાત છે કે તેમાં કોઈ વેઇટિંગ પીરિયડ પણ નથી. આવો જાણીએ કઈ એસયુવી પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Skoda Kushaq
સ્કોડા કુશાકનું ફેસલિફ્ટ વર્ઝન જાન્યુઆરી 2026માં ભારતમાં લોન્ચ થઈ શકે છે. આ પહેલા કંપની વર્તમાન મોડલ પર શાનદાર ડિસ્કાઉન્ટ આપી રહી છે. કુશાક પર આશરે 2.50 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. તો સ્કોડા તરફથી 3.25 લાખ રૂપિયાના ડિસ્કાઉન્ટનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ગાડીની એક્સ-શોરૂમ કિંમત 1061 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Mahindra XUV700
મહિન્દ્રાએ XUV700 ના ફેસલિસ્ટ વર્ઝનને ટીઝ કરવામાં આવ્યું છે. આ ગાડીને XUV 7XO ના નામથી 5 જાન્યુઆરી 2026ના લોન્ચ કરવામાં આવશે. આ પહેલા આઉટગોઇંગ XUV700 પર ડીલર સ્તર પર આશરે 80 હજારનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Mahindra XUV700 ની એક્સ-શોરૂમ કિંમત 13.66 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Tata Punch
ટાટા મોટર્સ લાંબા સમયથી પંચ ફેસલિફ્ટનું ટેસ્ટિંગ કરી રહી છે. આ માઇક્રો એસયુવીને 2026મા અપડેટ કરવામાં આવી રહી છે. તેવામાં ફેસલિફ્ટ પહેલા પંચ પર આશરે 80 હજારનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ગાડીની એક્સ-શોરૂમ કિંમત 5.50 લાખથી 9.30 લાખ રૂપિયા વચ્ચે છે.
Kia Seltos
કિઆ પોતાની મોસ્ટ પોપુલર એસયુવી સેલ્ટોસના અપડેટેડ વર્ઝનને વર્ષ 2026મા લોન્ચ કરવા જઈ રહી છે. વર્તમાન સેલ્ટોસ પર કંપની 1.60 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તેમાં 40 હજારનું એક્સચેન્જ બોનસ પણ સામેલ છે. આ ગાડીની કિંમત 10.79 લાખથી શરૂ થઈ 19.81 લાખ રૂપિયા સુધી જાય છે.