Threads: માઇક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરની પ્રતિદ્વંદી એપની થ્રેડ્સની જબરદસ્ત શરૂઆત થઈ છે. ખૂબ જ ઓછા સમયમાં આ એપ્લિકેશનના કરોડો યુઝર્સ થઈ ગયા છે. કરોડો લોકોએ થ્રેડ્સ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે અને પોસ્ટ પણ કરી દીધી છે. થ્રેડ્સ પર અત્યાર સુધીમાં નવ કરોડથી વધારે પોસ્ટ થઈ છે અને પાંચ કરોડથી વધારે એકાઉન્ટ્સ બન્યા છે. જેમાં સતત વધારો થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Jioની આ લોકપ્રિય એપ થઈ બંધ! હવે પ્રીપેડ અને પોસ્ટપેડ રિચાર્જ પર નહીં મળે આ ફાયદા


હવે Freeમાં જુઓ Netflix અને Amazon Prime! Jioના આ Plan માં છે બેસ્ટ Offer


Thar અને Jimny પણ ભૂલી જશો, ગજબ છે આ SUV;જાણો કિંમત અને ફિચર્સ


એક રિપોર્ટ અનુસાર થ્રેડસ યુઝર્સે અત્યાર સુધીમાં નવ કરોડથી વધુ પોસ્ટ કરી ચૂક્યા છે. આ પોસ્ટ પર 190 મિલિયન લાઈક્સ પણ મળી ગઈ છે. લોન્ચ થયા ના બે કલાકમાં જ 20,00,000 યુઝરે પોતાનું એકાઉન્ટ બનાવી લીધું હતું. શરૂઆતના સાત કલાકમાં તો યુઝર્સનો આંકડો એક કરોડ સુધી પહોંચી ગયો હતો 12 કલાકમાં આ આંકડો 3 કરોડને પાર ગયો. મહત્વનું છે કે ટ્વીટર એપ ને એક કરોડ યૂઝર્સ બનાવતા 2 વર્ષનો સમય લાગ્યો હતો.


થ્રેડ્સ એપના લોન્ચ સાથે જ ટ્વિટર એ ફેસબુક ચલાવતી કંપની મેટાને કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી પણ આપી છે. આ અંગે સામે આવ્યું છે કે ટ્વીટરના વકીલે માર્ક ઝુકરબર્ગને લેટર લખ્યો છે જેમાં કહેવાયું છે કે ટ્વીટરના સિક્રેટનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટ્વીટરનું પ્રતિનિધિત્વ કરતા વકીલ એલએક્સ સ્પિરોએ કહ્યું છે કે ટ્વિટરના પૂર્વ કર્મચારીને કામ પર રાખીને થ્રેડ્સ તરીકે એપ બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઈરાદો ટ્વીટરની સંપદા અને અધિકારોનો ઉપયોગ કરવાનો છે. જે મામલે કંપની કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.


મેટાએ બુધવારે રાત્રે મેસેજ આધારિત એપ થ્રેડ લોન્ચ કરી હતી. થોડા જ કલાકોમાં લાખો લોકોએ તેને ડાઉનલોડ કરી લીધી છે. આ એપ મેટાની ઇન્સ્ટાગ્રામ ટીમે બનાવી છે. આ એપ્લિકેશનને ટ્વીટરની બાદશાહી સામે પડકાર તરીકે જોવામાં આવી રહી છે. દુનિયાના 100 દેશમાં થ્રેડસ લોન્ચ કરવામાં આવી છે.