ગુજરાતી ન્યૂઝTechnologyસાવધાન! સેલ્ફી લેવી પડી શકે છે મોંઘી, એક ભૂલથી તમારું બેંક ખાતું થઈ જશે ખાલી, ક્યારેય ન કરો આ મિસ્ટેક

સાવધાન! સેલ્ફી લેવી પડી શકે છે મોંઘી, એક ભૂલથી તમારું બેંક ખાતું થઈ જશે ખાલી, ક્યારેય ન કરો આ મિસ્ટેક

Cyber Scam: સાયબર ગુનેગારો અત્યારે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે, ત્યારે હાલ માર્કેટમાં નવું સ્કેમ આવ્યું છે. ત્યારે લોકોને આ સ્કેમ વિશે જાણકારી નથી, ચાલો તમને જણાવીએ કે કઈ રીતે સેલ્ફીથી સાઈબર ફ્રોડ થઈ શકે છે.
 

સાવધાન! સેલ્ફી લેવી પડી શકે છે મોંઘી, એક ભૂલથી તમારું બેંક ખાતું થઈ જશે ખાલી, ક્યારેય ન કરો આ મિસ્ટેક

Cyber Scam: રોજબરોજ સાયબર ફ્રોડના નવા કેસો સામે આવી રહ્યા છે. લોકોની કમાણી પણ લૂંટાઈ રહી છે. સાયબર ગુનેગારો નવા-નવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. હાલના આ આધુનિક યુગમાં સેલ્ફી લેવી એ એક સામાન્ય બાબત બની ગઈ છે. દરેક વ્યક્તિ પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવા માંગે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. સાયબર ગુનેગારો હવે સેલ્ફીનો ઉપયોગ કરીને તમારી વ્યક્તિગત અને બેંક ખાતાની માહિતી ચોરી શકે છે. આ પછી, તમારું બેંક એકાઉન્ટ સાયબર એટેક દ્વારા ખાલી થઈ શકે છે.

તમે જોયું હશે કે ઘણી એપ્સ અને વેબસાઇટ્સ પર તમને તમારી ઓળખની પુષ્ટિ કરવા માટે સેલ્ફી લેવા માટે કહેવામાં આવે છે. આને સેલ્ફી ઓથેન્ટિકેશન કહેવામાં આવે છે. આ એક એવી ટેકનિક છે જે ચકાસણી કરે છે કે તમે તે વ્યક્તિ છો જેની ઓળખ તમે સાબિત કરવા માંગો છો. મોટાભાગની બેંકો અને ફિનટેક કંપનીઓ સેલ્ફી દ્વારા લોકોની ચકાસણી કરે છે. જો કે, આ જ ટેકનીકનો ઉપયોગ સાયબર ગુનેગારો પણ કરી શકે છે, જેના દ્વારા તેઓ તમારૂ બેંકનું ખાતુ ખાલી કરી શકે છે.

Add Zee News as a Preferred Source

સેલ્ફી અને સાયબર છેતરપિંડી

બેંક છેતરપિંડી: સાયબર ગુનેગારો તમારી સેલ્ફીનો ઉપયોગ તમારા બેંક ખાતામાંથી તમારા પૈસા ઉપાડી શકે છે.

લોન છેતરપિંડી: હેકર્સ તમારી સેલ્ફીનો ઉપયોગ કરીને તમારી જાણ વગર તમારા નામે લોન લઈ શકે છે.

સિમ કાર્ડનું ક્લોનિંગઃ તમારી સેલ્ફીની મદદથી સાયબર ગુનેગારો તમારા સિમ કાર્ડને ક્લોન કરી શકે છે, જેમાંથી તેઓ તમારા મોબાઈલ નંબર પર મળેલો OTP મેળવી શકે છે.

પોતાને સુરક્ષિત રાખવાની રીતો જાણો

અજાણી લિંક્સ પર ક્લિક કરશો નહીં: કોઈપણ શંકાસ્પદ લિંક્સને ટચ કરવાનું ટાળો.
   
મજબૂત પાસવર્ડ્સનો ઉપયોગ કરો: તમારા બધા એકાઉન્ટ્સ માટે યુનિક અને મજબૂત પાસવર્ડ્સ બનાવો.

ટુ ફેક્ટર ઓથોન્ટીકેશન: સુરક્ષા વધારવા માટે ટુ ફેક્ટર ઓથોન્ટીકેશનનો ઉપયોગ કરો.

એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરો: સારા એન્ટીવાયરસ સોફ્ટવેર વડે તમારા ફોનને માલવેરથી સુરક્ષિત કરો.

સોશિયલ મીડિયા પર સાવધાન રહોઃ સોશિયલ મીડિયા પર તમારી અંગત માહિતી શેર કરવાનું ટાળો.

જો તમને લાગે કે તમે સાયબર ફ્રોડનો ભોગ બન્યા છો, તો તરત જ તમારી બેંકનો સંપર્ક કરો. હંમેશા સાવધાન રહો અને તમારી અંગત માહિતી કોઈની સાથે શેર કરશો નહીં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krushnapalsinh Chudasama

2017થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news