)
Auto News: માર્કેટમાં પોતાનો દબદબો યથાવત રાખવા અને ઓછા બજેટવાળા ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ટાટા મોટર્સ હવે પેટ્રોલ મોડલ્સની સંખ્યા બમણી કરવાનું પ્લાન કરી રહી છે. ટાટા મોટર્સ આ નાણાકીય વર્ષમાં ભારતીય બજારમાં ચાર નવી પેટ્રોલ ગાડીઓ લોન્ચ કરવાની તૈયારીમાં છે, જેનાથી ગ્રાહકોને બજેટ અને પ્રીમિયમ સેગમેન્ટમાં સસ્તા મોડલના વિકલ્પ મળશે.
Tata Punch facelift
Gaadiwaadi પ્રમાણે ટાટા પંચ કંપનીની સૌથી વધુ વેચાતી ગાડી છે અને તે પહેલાથી પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે. ઓક્ટોબરમાં આ કારનું ફેસલિફ્ટ મોડલ આવવાની આશા છે, જેમાં બમ્પર, ગ્રિલ અને 16 ઇંચના એલોય વ્હીલ્સની નવી ડિઝાઇન જોવા મળશે. નવી પંચના ઈન્ટીરિયરમાં નવું ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સહિત ઘણા ફેરફાર જોવા મળી શકે છે.
Tata Harrier
ટાટા હેરિયરમાં 1.5 લીટર ટર્બોચાર્જ્ડ ડાયરેક્ટ એન્જેક્શન પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે, જે 168hp નો પાવર અને 280Nm ટોર્ક જનરેટ કરી શકે છે. આ ગાડીને જાન્યુઆરી કે માર્ચ વચ્ચે લોન્ચ કરવાની આશા છે. ટાટા મોટર્સ આ એસયુવીને 6 સ્પીડ મેનુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે લોન્ચ કરી શકે છે.
Tata Sierra
ટાટાની આ અપકમિંગ કાર આગામી વર્ષની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. ટાટા મોટર્સ આ ગાડીને એક નબીં પરંતુ બે પેટ્રોલ એન્જિન વિકલ્પમાં રજૂ કરી શકે છે. 1.5 લીટર ટર્બોચાર્જ્ડ ડાયરેક્ટ ઈન્જેક્શન પેટ્રોલ એન્જિનવાળું વેરિએન્ટ 168hp પાવર અને 280 Nm ટોર્કની સાથે આવી શકે છે. તો 1.5 લીટર નેચરલી એસ્પિરેટેડ વર્ઝન પણ ગ્રાહકો માટે લોન્ચ કરી શકાય છે, જે ઈંધણની બચત અને સસ્તા ભાવમાં ગાડી ખરીદવાને પ્રાથમિકતા આપે છે. બંને એન્જિન 6 સ્પીડ મેનુઅલ ટ્રાન્સમિશનની સાથે આવવાની આશા છે, આ સિવાય ઓછામાં ઓછા ટર્બોચાર્જ્ડ એન્જિનમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન મળવાની સંભાવના પણ છે.
Tata Safari
જાન્યુઆરીથી માર્ચ વચ્ચે આ એસયુવીને 1.5 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરી શકાય છે. આ થ્રી રો મોડલ છે, જેમાં 6 અને 7 સીટિંગ ઓપ્શન ઉપલબ્ધ છે. તેવામાં પાવર અને ટોર્ક પર્યાપ્ત હશે કે નહીં, તે જોવાનું રહેશે.