ટાટા પંચ પાસેથી છીનવાયો નંબર-1 નો તાજ, ₹8 લાખની આ SUV એ બધાને ચટાવી ધૂળ
ટાટાની કારને ભારતીય માર્કેટમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. મહત્વનું છે કે પાછલા ફેબ્રુઆરી મહિનામાં ટાટા નેક્સન (Tata Nexon) એ કંપનીના કાર વેચાણમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય કાર માર્કેટમાં ટાટા કંપનીનો દબદબો જોવા મળે છે. ફેબ્રુઆરી મહિનાની વાત કરવામાં આવે તો ટાટા મોટર્સના કુલ કાર વેચાણમાં ટાટા નેક્સનનું મહત્વનું યોગદાન રહ્યું છે. ટાટા નેક્સને આ દરમિયાન 6.63 ટકાના વાર્ષિક વધારા સાથે 15349 યુનિટ એસયુવીનું વેચાણ કરી ટોપ પોઝિશન હાસિલ કરી છે. જ્યારે ફેબ્રુઆરી 2024માં આ આંકડો 14395 યુનિટ હતો. જ્યારે જાન્યુઆરી 2025માં ટાટા પંચે ટોપ પોઝિશન હાસિલ કરી હતી. મહત્વનું છે કે મોડલ વાઇઝ વેચાણમાં તેનું ઈલેક્ટ્રિક વેરિએન્ટ પણ સામેલ છે. આવો જાણીએ કંપનીના બીજા મોડલના વેચાણ વિશે વિસ્તારથી.
પાંચમાં નંબરે રહી ટાટા અલ્ટ્રોઝ
વેચાણના આ લિસ્ટમાં બીજા સ્થાને ટાટા પંચ રહી. ટાટા પંચે આ દરમિયાન 14569 યુનિટ એસયુવીનું વેચાણ કર્યું છે. જ્યારે ત્રીજા નંબર પર વેચાણના લિસ્ટમાં ટાટા ટિયાગો રહી. ટાટા ટિયાગોને આ દરમિયાન 6954 નવા ગ્રાહક મળ્યા છે. આ સિવાય ચોથા નંબર પર લિસ્ટમાં ટાટા કર્વ રહી. ટાટા કર્વના 3483 યુનિટનું વેચાણ થયું છે. જ્યારે પાંચમાં સ્થાને વેચાણના લિસ્ટમાં ટાટા અલ્ટ્રોઝ રહી છે. અલ્ટ્રોઝને આ દરમિયાન 1604 ગ્રાહક મળ્યા હતા.
છેલ્લા નંબરે રહી હેરિયર
બીજીતરફ વેચાણના લિસ્ટમાં છઠ્ઠા સ્થાને ટાટા સફારી રહી. સફારીએ કુલ 1562 યુનિટનું વેચાણ કર્યું હતું. સાતમાં નંબર પર ટાટા ટિગોર રહી. આ દરમિયાન ટાટા ટિગોરના 1550 યુનિટનું વેચાણ થયું હતું. જ્યારે આઠમાં ક્રમે ટાટા હેરિયર રહી હતી. ટાટા હેરિયરના 1376 યુનિટનું વેચાણ થયું હતું.
આટલી છે નેક્સનની કિંમત
ભારતીય માર્કેટમાં ટાટા નેક્સનની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 8 લાખ રૂપિયાથી લઈને ટોપ મોડલમાં 14.70 લાખ રૂપિયા સુધી જાય છે. ટાટા નેક્સનની ખાસ વાત છે કે તે એસયુવી ગ્રાહકો માટે પેટ્રોલ, ડીઝલ સિવાય સીએનજી અને ઈલેક્ટ્રિક પાવરટ્રેનમાં પણ ઉપલબ્ધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે