)
TATA MOTORS : ટાટા મોટર્સે સપ્ટેમ્બર 2025મા એક નવો રેકોર્ડ બનાવી લીધો છે. કંપનીએ આ મહિને કુલ 60,907 પેસેન્જર વ્હીકલ્સનું જથ્થાબંધ વેચાણ કર્યું છે, જેમાંથી ઘરેલું બજારનું યોગદાન 59667 યુનિટ્સ રહ્યું. આ પાછલા વર્ષની તુલનામાં 47 ટકાનો વધારો છે. આ ઐતિહાસિક ઉછાળા પાછળનું સૌથી મોટું કારણ જીએસટી ઘટાડો અને ફેસ્ટિવ સિઝનની જબરદસ્ત માંગ રહી છે. ટાટા તરફથી નેક્સને સપ્ટેમ્બર 2025મા રેકોર્ડતોડ વેચાણ હાસિલ કર્યું છે. આવો તેના વિશે જાણીએ.
ટાટા નેક્સન બની ટાટા સેલ્સની ક્વીન
સપ્ટેમ્બર 2025માં ટાટાની સ્ટાર SUV નેક્સનના 22500 યુનિટ્સનું વેચાણ થયું છે. આ કોઈપણ ટાટા પેસેન્જર વ્હીકલનું અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ છે. ટાટાએ હાલમાં નેક્સનની કિંમતમાં 1.55 લાખ સુધીનો ઘટાડો કર્યો છે, જેનાથી ગ્રાહકોને સીધો ફાયદો થયો છે. SUV પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પમાં ઉપલબ્ધ છે અને મેનુઅલ તથા ઓટોમેટિક ગિયરબોક્સ બંને મળે છે.
ઈલેક્ટ્રિક વ્હીકલ્સ
સપ્ટેમ્બર 2025માં ટાટાએ રેકોર્ડ 9191 યુનિટ્સનું વેચાણ કર્યું, જે પાછલા વર્ષની તુલનામાં 96 ટકા વધુ છે. Q2 FY26માં ઈવી સેલ્સ 24,855 યુનિટ્સ સુધી પહોંચી ગયું, જેનાથી ઈવી હવે ટાટાના કુલ વેચાણમાં 17 ટકા ભાગીદારી ધરાવે છે.
સીએનજી કાર
ટાટાના CNG મોડલ્સના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો અને Q2 FY26માં વેચાણ 17800 યુનિટ્સને પાર કરી ગયું.
એક્સપોર્ટમાં પણ ધમાલ
ટાટાના વિદેશી વેચાણમાં પણ તેજી જોવા મળી છે. સપ્ટેમ્બર 2025મા એક્સપોર્ટ 396 ટકા વધી 1240 યુનિટ્સ પર પહોંચી ગયું. Q2 FY26માં માં એક્સપોર્ટ્ લગભગ 400 ટકાની છલાંગ લગાવી 4208 યુનિટ્સ સુધી પહોંચી ગયું, જે પાછલા વર્ષે માત્ર 823 યુનિટ્સ હતા.