આતુરતાનો અંત ! ભારતમાં લોન્ચ થઈ રહી છે TESLAની આ બે શાનદાર કાર, સર્ટિફિકેશન પ્રક્રિયા થઈ શરૂ !

Tesla Car Launch in India : ટેસ્લા કારની રાહ જોઈ રહેલા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં તેનું Model Y અને Model 3 લોન્ચ કરી શકે છે. ત્યારે આ લેખમાં આ બંને કારના ફીચર્સ શું છે, તેના વિશે જાણીશું.

આતુરતાનો અંત ! ભારતમાં લોન્ચ થઈ રહી છે TESLAની આ બે શાનદાર કાર, સર્ટિફિકેશન પ્રક્રિયા થઈ શરૂ !

Tesla Car Launch in India : ઘણા વર્ષોથી ભારતમાં ટેસ્લાની એન્ટ્રીને લઈને અટકળો ચાલી રહી હતી. ત્યારે હવે જે લોકો આ કારની રાહ જોઈ રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે. ઓટો રિપોર્ટ અનુસાર, ટેસ્લા ભારતમાં તેની બે અદભૂત ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે ટેસ્લાએ Model Y અને Model 3 માટે હોમોલોગેશન એપ્લિકેશન ફાઇલ કરી છે. ટેસ્લા એ અમેરિકન ઓટોમોબાઈલ કંપની છે, જેની માલિકી એલોન મસ્કની છે.

મુંબઈમાં પહેલો શોરૂમ

ટેસ્લાએ ભારતની આર્થિક રાજધાની મુંબઈના BKCમાં એક શોરૂમ પણ ફાઈનલ કર્યો છે અને ત્યાં કામ કરતા કર્મચારીઓની ભરતી પણ ચાલી રહી છે. ટેસ્લા કંપનીના ઘણા લોકોને આશા છે કે તેની હોમોલોગેશન એપ્લિકેશન ભારતમાં સ્વીકારવામાં આવશે, ત્યારબાદ આ બંને કાર ભારતમાં લોન્ચ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં બેંગલુરુમાં ટેસ્લા ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ નામની એક કંપની પણ રજીસ્ટર થઈ હતી, ત્યારબાદ Model Y અને Model 3 ભારતમાં ટેસ્ટિંગ માટે ઘણી વખત જોવામાં આવી હતી.

ટેસ્લા Model 3 

કંપનીએ ટેસ્લા Model 3 ના ઘણા અલગ-અલગ વેરિઅન્ટ્સ બનાવ્યા છે. તેમાં સ્ટાન્ડર્ડ રેન્જ પ્લસ, પરફોર્મન્સ વેરિઅન્ટ અને લોંગ રેન્જનો સમાવેશ થાય છે. આ કારના ટોપ મોડલમાં ડ્યુઅલ-મોટર ઓલ-વ્હીલ ડ્રાઈવ (AWD) છે. કંપનીનો દાવો છે કે આ કાર સિંગલ ચાર્જમાં 568 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે. આ કારમાં 15-ઇંચની ટચસ્ક્રીન, ઓવર-ધ-એર, ઓટોપાયલટ ડ્રાઇવર આસિસ્ટ સાથેનું ઇન્ટિરિયર પણ છે. આ કારમાં તમને વાયરલેસ ચાર્જિંગ અને પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ, કાચની છત તેમજ ADASની સુરક્ષા ફીચર્સ મળે છે.

ટેસ્લા Model Y 

ટેસ્લા Model Yમાં પણ ઘણા પ્રકારો છે. જેમાં લોંગ રેન્જ અને પરફોર્મન્સ મોડલ જોવા મળે છે. તેમાં ડ્યુઅલ-મોટર ઓલ-વ્હીલ-ડ્રાઈવ સિસ્ટમ છે. આ કાર 531 કિમી સુધીની રેન્જ અને હાઈ સ્પીડ આપે છે. આ કારમાં તમને પેનોરેમિક કાચની છત મળશે, જે તમારા ટ્રાવેલ એક્સપેરિયન્સને વધુ સારી બનાવે છે. તેમાં 15-ઇંચની ટચસ્ક્રીન તેમજ ઓટોપાયલટ, ઓવર-ધ-એર અને પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ જેવા ફીચર્સ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news