)
ભારતના કાર બજારમાં ઓક્ટોબર-2025માં તહેવારો દરમિયાન જોરદાર વેચાણ થયું છે. ટોપ 10 કારનું કુલ વેચાણ વધી 1,84,420 યુનિટ્સ થયું, જે પાછલા વર્ષની તુલનામાં 15.9% નો ગ્રોથ દર્શાવે છે. આ મહિનાના વેચાણમાં સૌથી આગળ ટાટા મોટર્સની કોમ્પેક્ટ એસયુવી નેક્સોન રહી, જ્યારે મારૂતિ સુઝુકીએ ફરી પોતાની બાદશાહત જાળવી રાખી છે, કારણ કે તેની છ કારો ટોપ 10 લિસ્ટમાં સામેલ રહી. તો હ્યુન્ડઈ અને મહિન્દ્રાએ પણ સારૂ પ્રદર્શન કર્યું છે.
પહેલા સ્થાન પર ટાટા નેક્સોન રહી, જેણે 22083 યુનિટ્સના વેચાણ સાથે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે પાછલા વર્ષે ઓક્ટોબર 2024ના 14759 યુનિટ્સના મુકાબલે 49.6% નો જબરદસ્ત વધારો છો. નેક્સોનના વેચાણમાં આ ઉછાળો તેના પેટ્રોલ (ICE) અને ઈલેક્ટ્રિક (EV) બંને વેરિએન્ટ્સની મજબૂત માંગને કારણે આવ્યો છે, જેના કારણે તે ભારતની સૌથી લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી બની છે.
ડિઝાઇરની પણ જબરદસ્ત માંગ
બીજા સ્થાને મારુતિ સુઝુકી ડિઝાયર હતી, જેના વેચાણમાં 63.7% વૃદ્ધિ થઈ હતી. કંપનીએ ગયા વર્ષે 12,698 યુનિટની સરખામણીમાં 20,791 યુનિટ વેચ્યા હતા. ત્રીજા સ્થાને મારુતિ એર્ટિગા હતી, જેના વેચાણમાં 6.9% વૃદ્ધિ થઈ હતી. આ MPV ભારતીય પરિવારો અને ટેક્સી ઓપરેટરો બંનેમાં અત્યંત લોકપ્રિય છે કારણ કે તે જગ્યા ધરાવતી, ઇંધણ-કાર્યક્ષમ અને CNG વિકલ્પ સાથે આવે છે.
ચોથાથી છઠ્ઠા સ્થાન સુધી
ચોથા સ્થાન પર મારૂતિ વેગનઆર રહી, જેણે 18970 યુનિટ્સનું વેચાણ અને 36.3 ટકાની વૃદ્ધિ નોંધાવી. આ હજુ પણ શહેરમાં દરરોજ ચલાવવા માટે લોકોની પસંદગીની કાર છે. પાંચમાં સ્થાન પર હ્યુન્ડઈ ક્રેટા રહી, જેના 18381 યુનિટ્સનું વેચાણ થયું હતું. આ મિડ-સાઇઝ SUV સેગમેન્ટની લીડર બનેલી છે. છઠ્ઠા સ્થાન પર મહિન્દ્રાની સ્કોર્પિયો અને સ્કોર્પિયો N, જેનું વેચાણ 14.5 ટકાના વધારા સાથે 17880 યુનિટ્સ રહ્યું.
મારૂતિ ફ્રોન્ક્સ, બલેનો અને ટાટા પંચ
મારૂતિ ફ્રોન્ક્સે 17003 યુનિટ્સનું વેચાણ અને 3.56 ટકાના વધારા સાથે પોતાની ગતિ જાળવી રાખી. ત્યારબાદ મારૂચિ બલેનોના 16873 યુનિટ્સનું વેચાણ થયું હતું. આ બંને મોડલોએ મારૂતિની પકડને પ્રીમિયમ હેચબેક અને ક્રોસઓવર સેગમેન્ટમાં મજબૂત કર્યું છે. નવમાં સ્થાને ટાટા પંચ રહી જેના 16,810 યુનિટ્સનું વેચાણ થયું હતું. જ્યારે મારૂતિ સુઝુકી સ્વિફ્ટના 17539 યુનિટ્સનું વેચાણ થયું હતું.