Twitter CEO પદેથી હું રાજીનામું આપું તો કેવું રહેશે? Elon Musk એ આવું ટ્વીટ કરીને કેમ માંગ્યા લોકોના મંતવ્યો?

Twitter CEO Elon Musk: ઉલ્લેખનીય છેકે, છેલ્લા કેટલાક દિવસોમાં ટ્વિટર પર શ્રેણીબદ્ધ નીતિગત ફેરફારો કર્યા બાદ (Twitter CEO Elon Musk) ટ્વિટરના સીઈઓ એલન મસ્કે ટ્વિટરના સીઈઓ પદ પરથી રાજીનામું આપવા અંગે લોકોને સવાલ પૂછ્યો છે. મસ્કે માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ પર એક પોલ (Poll) શરૂ કર્યું છે જેમાં લાખો ઉપયોગકર્તાઓને પૂછવામાં આવ્યું છે કે “શું મારે ટ્વિટરના પ્રમુખ તરીકે પદ છોડવું જોઈએ?”

Twitter CEO પદેથી હું રાજીનામું આપું તો કેવું રહેશે? Elon Musk એ આવું ટ્વીટ કરીને કેમ માંગ્યા લોકોના મંતવ્યો?

Twitter CEO Elon Musk: ટ્વીટરના સીઈઓ પદ પર બિરાજમાન ટ્વીટરના વડા એલન મસ્ક પોતાની અનોખી સ્ટાઈલ અનોખી કાર્યપદ્ધતિ માટે જાણીતા છે. તે ક્યારે શું નિર્ણય લઈ લે એ કોઈ કળી શકતું નથી. મસ્ક હંમેશા પોતાની મસ્તીમાં મસ્ત રહેનારો માણસ છે. તે દુનિયાના સૌથી મોટા બિઝનેસ ટાઈકુન હોવાની સાથો-સાથ એક ધૂની વ્યક્તિ પણ છે. તેથી તે હંમેશા પોતાનું ધાર્યું કરવા માટે પંકાયેલાં છે. હાલમાં મસ્કની એક ટ્વવીટે ઈન્ટરનેટ પર હડકંપ મચાવી દીધો છે. જેને કારણે એવી વાતો પણ વહેતી થઈ છેકે, એલન મસ્ક હવે ટ્વીટરના વડા તરીકેનું પદ છોડી રહ્યાં છે. એલન મસ્ક હવે ટ્વીટરમાંથી રાજીનામું આપી રહ્યાં છે. જોકે, આ વહેતી થવાનું કારણ ખુબ પોતે એલન મસ્ક છે.

ઉલ્લેખનીય છેકે, છેલ્લા કેટલાક દિવસોમાં ટ્વિટર પર શ્રેણીબદ્ધ નીતિગત ફેરફારો કર્યા બાદ (Twitter CEO Elon Musk) ટ્વિટરના સીઈઓ એલન મસ્કે ટ્વિટરના સીઈઓ પદ પરથી રાજીનામું આપવા અંગે લોકોને સવાલ પૂછ્યો છે. મસ્કે માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ પર એક પોલ (Poll) શરૂ કર્યું છે જેમાં લાખો ઉપયોગકર્તાઓને પૂછવામાં આવ્યું છે કે “શું મારે ટ્વિટરના પ્રમુખ તરીકે પદ છોડવું જોઈએ?”

મસ્કે એક ટ્વીટમાં લોકોને પોલમાં ભાગ લેવા કહ્યું હતું. મસ્કે એક પોલ દ્વારા લોકોને પૂછ્યું છે કે શું તેમણે ટ્વિટરના પ્રમુખ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ? આ સાથે મસ્કે મતદાનના પરિણામોને અનુસરવાની પણ વાત કરી છે. મસ્કે અન્ય એક ટ્વિટમાં ટ્વિટર પર મોટા ફેરફારો વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે મોટા નીતિગત ફેરફારો માટે પણ પોલ કરાશે. મસ્કે આ સાથે કહ્યું કે હું માફી માંગુ છું. તે ફરીથી થશે નહીં. ત્રીજા ટ્વીટમાં, તેણે કહ્યું કે તમે જે ઈચ્છો છો તેની કાળજી રાખો, કારણ કે તમને તે મળી શકે છે. તમને જણાવી દઇએ કે આ પોલ ટ્વીટ રવિવારની જાહેરાત પછી આવ્યું કે તે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને માસ્ટોડોન સહિતના વિશિષ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અન્ય એકાઉન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગમાં લેવાતા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકશે.
 

— Elon Musk (@elonmusk) December 18, 2022

 

નોંધનીય છે કે મસ્કે અગાઉ કહ્યું હતું કે અમે માનીએ છીએ કે અમારા ઘણા વપરાશકર્તાઓ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય છે. જો કે, અમે હવે Twitter પર અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મના મફત પ્રચારને મંજૂરી આપીશું નહીં. જો કે, ટ્વિટરે કહ્યું કે તે હજી પણ કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી કન્ટેન્ટના ક્રોસ-પોસ્ટિંગની મંજૂરી આપે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news