નવી દિલ્હી: શોર્ટ મેસેજ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) અવાર નવાર નવા ફીચર ઇંટ્રોડ્યૂસ કરે છે. હવે ટ્વિટરે કોઇપણ મેસેજ અથવા ટ્વીટને રીટ્વીટ (Retweet) કરવાની રીત બદલી નાખી છે. આવો જાણીએ નવા ચેંજ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે રીટ્વીટ પહેલાં આવશે પોપઅપ
ટ્વિટરએ તાજેતરમાં જ રીટ્વીટની રીત બદલવામાં આવી છે. જો તમે તમારા ટ્વિટર હેન્ડલથી જેવો કોઇ મેસેજ અથવા ટેકસ્ટને રીટ્વીટ કરવાનું ઓપ્શન ટેપ કરશે, એક નવું પોપઅપ સામે આવી જશે. તેમાં લખેલું છે 'Headlines don't tell the full story.' કુલ મળીને ટ્વિટર પર ઇચ્છો છો કે તમે કોઇપણ કોમેન્ટ અથવા ટેકસ્ટને રીટ્વિટ કરતાં પહેલાં કંઇક લખો. 


અફવાઓ પર લગાવ કસવા માટે આવ્યું નવું ફીચર
જાણકારોનું કહેવું છે કે અમેરિકન અમેરિકન ચૂંટણીમાં અફવાઓ (Misinformation) પર લગાવ કસવા માટે નવા ફીચરને સામેલ કરવામાં આવ્યું છે. જોકે કોઇપણ વાતને કારણ વિના તૂલ આપવા માટે પણ ટ્વિટરનો ખૂબ ઉપયોગ થાય છે. ગત રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ ટ્વિટર અને ફેસબુક (Facebook) સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની અફવા ઉડાવવા માટે ઉપયોગ થયો હતો. આ કારણે જ આ વખતે ટ્વિટરે રીટ્વીટ ફીચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 


કંઇપણ લખ્યા વિના કેવી રીતે કરશો રીટ્વીટ
જ્યારે પણ તમે કોઇ ટ્વીટને રિટ્વિટ કરવા માંગો છો, આ પોપઅપ જરૂર આવશે, પરંતુ એવું નથી કે તમારે રીટ્વીટ કરતાં પહેલાં કંઇક લખવું જરૂરી છે. તમે લખ્યા વિના કોમેન્ટ કરી હજુ પણ રીટ્વીટ કરી શકો છો. તેના માટે પોપઅપ ખુલતાં જ રીટ્વીટ ઓપ્શનને ફરીથી ટેપ કરો. પોસ્ટ રીટ્વીટ થઇ હશે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube