)
Upcoming Cars In November 2025: ભારતીય ઓટો બજારમાં શનિવાર, 15 નવેમ્બરનો દિવસ મહત્વનો રહેવાનો છે. આ દિવસે ટાટાથી લઈને મારૂતિ અને ફોક્સવેગન, BMW સુધી ઘણી કંપનીઓ પોતાની ગાડીઓના નવા મોડલ માર્કેટમાં લાવવાની છે. ટાટા મોટર્સ 15 નવેમ્બરે હેરિયર અને સફારીના નવા વેરિએન્ટને માર્કેટમાં લોન્ચ કરી શકે છે. તો મારૂતિ બ્રેઝા ફેસલિફ્ટને આ દિવસે ભારતીય માર્કેટમાં ઉતારી શકે છે.
ટાટા હેરિયર (Tata Harrier)
ટાટા હેરિયર એક 5-સીટર કાર છે. આ ગાડીને ગ્લોબલ NCAP થી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ પણ મળ્યું છે. ટાટા આ ગાડીના ન્યૂ વેરિએન્ટને 15 નવેમ્બરે માર્કેટમાં લોન્ચ કરી શકે છે. આ એસયુવી માટે નવા વેરિએન્ટની કિંમત 14 લાખથી 25.25 લાખ રૂપિયા વચ્ચે રહી શકે છે.
ટાટા સફારી (Tata Safari)
ટાટા સફારી 6 અને 7-સીટર વેરિએન્ટમાં આવે છે. ટાટાની આ કારને ગ્લોબલ NCAP થી 5-સ્ટાર રેટિંગ મળ્યું છે. આ કાર 16.3 kmpl ની માઇલેજ આપવાનો દાવો કરે છે. ટાટા મોટર્સ 15 નવેમ્બરે હેરિયરની સાથે સફારીના ન્યૂ વેરિએન્ટને લોન્ચ કરી શકે છે. ટાટા સફારીના ન્યૂ વેરિએન્ટની કિંમત 14.66 લાખ રૂપિયાથી 25.96 લાખ વચ્ચે રહી શકે છે.
2025 મારૂતિ બ્રેઝા (2025 Maruti Brezza)
બ્રેઝા મારુતિની સૌથી વધુ વેચાતી કારોમાંની એક છે. આ કારનું ફેસલિફ્ટેડ મોડેલ 15 નવેમ્બરના રોજ બજારમાં લોન્ચ થવાની ધારણા છે. મારુતિ બ્રેઝા ફેસલિફ્ટની કિંમત લગભગ ₹8.50 લાખ હોવાની ધારણા છે.
મારૂતિ ગ્રાન્ડ વિટારા (3-row Maruti Grand Vitara)
મારૂતિ ગ્રાન્ડ વિટારા 3-row ઓપ્શનની સાથે માર્કેટમાં આવવા માટે તૈયાર છે. આ ગાડીમાં 1490 cc નું 4-સિલિન્ડર એન્જિન મળી શકે છે. આ એસયુવી પેટ્રોલ વેરિએન્ટમાં માર્કેટમાં લાવવામાં આવશે, જેના એન્જિન સાથે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોડાયેલું હશે. આ કારની કિંમત 14 લાખ રૂપિયાની આસપાસ રાખવામાં આવી શકે છે.
ફોક્સવેગન ટેરોન (Volkswagen Tayron)
15 નવેમ્બરે ફોક્સવેગન ટેરોન પણ લોન્ચ થવાની ધારણા છે. આ કાર 1984 સીસી એન્જિન સાથે પેટ્રોલ વેરિઅન્ટમાં લોન્ચ થવાની ધારણા છે. આ એસયુવીના એન્જિનને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડી શકાય છે. આ ફોક્સવેગન કારની કિંમત ₹50 લાખની રેન્જમાં હોવાની ધારણા છે.