)
નવી દિલ્હીઃ ભારતીય ઓટોમાબાઇલ બજારમાં 2025ના છેલ્લા કેટલાક મહિના ખાસ રહેવાના છે. સપ્ટેમ્બરમાં ત્રણ મોટી કાર લોન્ચ થવાની તૈયારીમાં છે. તેમાં Maruti Suzuki Escudo, Maruti Suzuki e Vitara અને Tata Punch Facelift સામેલ છે. આ કાર પોત-પોતાના સેગમેન્ટમાં ગ્રાહકોને નવી ટેક્નોલોજી, શાનદાર ફીચર્સ અને બજેટ ફ્રેન્ડલી વિકલ્પ આપવાની છે. આવો તેના વિશે જાણીએ.
Maruti Suzuki Escudo
મારૂતિ સુઝુકી સપ્ટેમ્બર 2025મા Escudo ને લોન્ચ કરવા જઈ રહી છે. આ એસયુવી Brezza અને Grand Vitara વચ્ચે પોઝિશન કરવામાં આવશે અને ARENA ડીલરશિપ દ્વારા ઉપલબ્ધ થશે. Escudo ને Global-C આર્કિટેક્ચર પર તૈયાર કરવામાં આવી છે અને તેમાં પેટ્રોલ, સીએનજી અને હાઇબ્રિડ પાવરટ્રેન ઓપ્શન મળશે. તેના હાઇબ્રિડ વેરિએન્ટમાં Toyota નું 1.5 લીટર 3-સિલિન્ડર એન્જિન મળશે, જે 116bhp નો પાવર અને 141Nm નો ટોર્ક આપશે. તેમાં લેવલ -2 ADAS, Dolby Atmos ઓડિયો સિસ્ટમ, પાવર્ડ ટેલગેટ અને 10.25 ઇંચ ટચસ્ક્રીન જેવા ફીચર્સ હાજર છે. તેની કિંમત લગભગ 9.80 લાખથી 18 લાખ રૂપિયા સુધી રહેવાની આશા છે.
Tata Punch Facelift
ટાટા મોટર્સની સૌથી પોપુલર કોમ્પેક્ટ એસયુવી પંચનું ફેસલિફ્ટ વર્ઝન પણ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025 વચ્ચે લોન્ચ થવાની છે. આ વખતે Punch માં ડિઝાઇન અને ઈન્ટીરિયર બંનેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવી પંચ ફેસલિફ્ટમાં અપડેટેડ હેડલેમ્પ્સ, નવી ફ્રન્ટ ગ્રિલ અને નવા એલોય વ્હીલ્સ હશે. ઇન્ટિરિયરમાં મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને છ એરબેગ્સ જેવી અદ્યતન સલામતી સુવિધાઓ મળશે. તેનું એન્જિન વર્તમાન મોડેલ જેવું જ રહેશે, જેમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન હશે, જે 86bhp પાવર અને 113Nm ટોર્ક આપે છે. Punch ફેસલિફ્ટ સીએનજી વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ થશે. કિંમતની વાત કરીએ તો લગભગ 6થી 10 લાખ રૂપિયા વચ્ચે લોન્ચ થઈ શકે છે.
Maruti e Vitara
મારૂતિ સુઝુકીની પ્રથમ ઈલેક્ટ્રિક એસયુવી e Vitara પણ સપ્ટેમ્બર 2025મા લોન્ચ થવા માટે તૈયાર છે. આ કાર e-HEARTECT પ્લેટફોર્મ પર બેસ્ડ છે, જેને ટોયોટા સાથે મળીને બનાવવામાં આવ્યું છે. તેમાં બે બેટરી વિકલ્પ 49kWh અને 61kWh મળશે. e Vitara નું ટોપ વેરિએન્ટ લગભગ 174bhp પાવર અને 500 કિમીની રેન્જ આપશે. ડિઝાઇનની વાત કરીએ તો તેમાં Y-શેપ્ડ DRL, LED હેડલેમ્પ, 18-19 ઇંચ એલોય વ્હીલ અને કનેક્ટેડ LED ટેલલેમ્પ જેવા ફીચર્સ હશે. ઈન્ટીરિયરમાં લેવલ-2 ADAS, 10.25-ઇંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 360 ડિગ્રી કેમેરા અને વેન્ટિલેટેડ સીટ્સ જેવી પ્રીમિયમ સુવિધા હશે. તેની કિંમત 17 લાખથી 22.50 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે અને તે Hyundai Creta EV, Tata Curvv EV અને MG ZS EV ને ટક્કર આપશે.